ઓસ્ટ્રેલિયામાં સમલૈંગિક વિવાહને કાયદાકીય મંજૂરી, ફેબ્રુઆરીમાં પહેલાં લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં સમલૈંગિક લગ્નને મંજૂરી મળી ગઇ છે. હવે આ દેશમાં પહેલાં સમલૈંગિક વિવાહ ફેબ્રુઆરીમાં થશે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ પગલું નવેમ્બરમાં થયેલા ઐતિહાસિક સર્વે બાદ ઉઠાવ્યું છે. જેમાં સમલૈંગિક લગ્નના સમર્થનમાં લોકોએ મતદાન કર્યુ હતું. 


80 ટકા લોકોએ સર્વેમાં કર્યુ હતું મતદાન 
- પાર્લામેન્ટની મંજૂરી બાદ વિપક્ષી દળ લેબર પાર્ટીની સિનેટર પેની વોંગે કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું. 
- સરકારી આંકડાઓ અનુસાર, આ સર્વેમાં અંદાજિત 80 ટકા લોકો સામેલ થયા હતા. જેમાં 61 ટકાથી વધુ લોકોએ હામાં જવાબ આપ્યો હતો. 
- સર્વે બાદ જ્યારે પરિણામોની જાહેરાત 15 નવેમ્બરના રોજ કરવામાં આવી તો સમલૈંગિક વિવાહના સમર્થકોએ દેશમાં ઉત્સવ મનાવ્યો હતો. 
- પરિમાણ આવ્યા બાદ વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલે કહ્યું હતું કે, લોકોએ નિષ્પક્ષતા, પ્રતિબદ્ધતા અને પ્રેમના પક્ષમાં મતદાન કર્યુ છે. 
- સમલૈંગિક વિવાહને કાયદાકીય રીતે મંજૂરી આપવા માટે ક્રિસમસ પહેલા પાર્લામેન્ટમાં બિલ રજૂ કરવામાં આવશે. 

 

અન્ય સમાચારો પણ છે...