અમેરિકાને ધ્રુજાવનારા અસાંજની હાલત 'કફોડી', ઈક્વાડોરને ચિંતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્વેસ્ટિગેશન ઈન્ટરનેટ જર્નલિસ્ટિક એટિટ્યુડ ધરાવતી વેબસાઈટ વિકિલિક્સના સંસ્થાપક જૂલિનય અસાંજને રાજકીય શરણ આપનારા ઈક્વાડોરે જણાવ્યું છે કે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યાં છે તેમ તેમ અસાંજની મુશ્કેલીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ને તાજી હવા ન મળવાને કારણે તેના સ્વાથ્ય પર નકારાત્મક અસર પડી રહી છે. ઈક્વાડોરના વિદેશપ્રધાન રિકાર્દો પાતીનોએ જણાવ્યું છે કે લંડન છોડવાની મંજૂરી ન આપીને બ્રિટિશ સરકારે અસાંજના માનવાધિકારનું હનન કર્યું છે.

જેમ જેમ સમય વિતે છે તેમ તેમ અસાંજની મુશ્કેલીઓમાં પણ વધારો નોંધાતો જાય છે. અસાંજ પર સ્વિડિશ મૂળની તેની બે મહિલા મિત્રોનું યૌન ઉત્પિડન કરવાનો આરોપ છે. જેને લઈને તેનું સ્વિડનમાં પ્રત્યાર્પણ કરવાનું હતું. પ્રત્યાર્પણથી બચવા માટે અસાંજએ લંડન ખાતેનાં ઈક્વાડોરના દૂતાવાસમાં રાજકીય શરણ લીધું છે.

વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ