તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Asiana Airlines Flight Crash Lands At San Francisco Airport

ફ્રાન્સિસકોના એરપોર્ટ પર જેટ એરવેઝની ફ્લાઈટ ક્રેશ, આકાશમાં છવાયા કાળા ડિંબાગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમેરિકામાં બોઈંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બેનાં મોત
- ૪૯ને ગંભીર ઈજા, ત્રણ ભારતીયો સહિત ૩૦૫નો બચાવ


દક્ષિણ કોરિયાના સિઓલથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો આવી રહેલું બોઈંગ ૭૭૭ વિમાન શનિવારે મોડી રાત્રે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં ત્રણ ભારતીયો સહિત ૩૦૫ વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો છે જોકે બે ચીની વિદ્યાર્થિનીના મૃત્યુ થયા છે જ્યારે ૪૯ને ગંભીર ઈજા પહોંચી છે. આ વિમાનમાં ૧૬ ક્રુ અને ૨૯૧ મુસાફરો સહિત કુલ ૩૦૭ વ્યક્તિ હતી. મોટા ભાગના મુસાફરો ચીનના હતા.

વિમાનના ચીનના ૧૪૧, દક્ષિણ કોરિયાના ૭૭, અમેરિકાના ૬૧, ભારતના ત્રણઅને એક જાપાનના મુસાફરનો સમાવેશ થતો હતો. આ દુર્ઘટના સાન ફ્રાન્સિસ્કોનાં એરપોર્ટ પર બની હતી. દુર્ઘટના બાદ ગણતરીની ક્ષણોમાં જ એશિયાના એરલાઈન્સનું આ વિમાન આગની જવાળાઓમાં લપેટાઈ ગયું હતું. વિમાનનો વિચ્ચેનો હિસ્સો નાશ પામ્યો હતો. દુર્ઘટનાથી બચીને નીકળેલા કેટલાક મુસાફરોએ તુરંત અકસ્માતની તસવીરો ટ્વીટર પર મુકી હતી.

વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તુરંત ફાયરબ્રિગેડના જવાનો અહીં આવી પહોંચ્યા હતા અને થોડા સમયમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને તમામ વિમાનોની અવરજવર અટકાવી દેવામાં આવી હતી.