વિશ્વની ૧૦૦ વગદાર વ્યક્તિમાં કેજરીવાલ અને મોદીનો સમાવેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટાઇમ મેગેઝિન દ્વારા જારી કરવામાં આવેલી વિશ્વની સૌથી વગદાર ૧૦૦ વ્યક્તિની યાદીમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટી (આપ)ના વડા અરવિંદ કેજરીવાલને સામેલ કરવામાં આવ્યા છે. મોદી અને કેજરીવાલ ઉપરાંત લેખક અરુંધતી રોય અને કોઇમ્બતુરસ્થિત હેલ્થ એક્ટિવિસ્ટ અરુણાચલમ મુરુગનનથમને પણ ટાઇમ મેગેઝિનની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જોકે, તેમને કોઇ રેન્ક આપવામાં આવ્યા નથી. સૌથી આશ્ચર્યની બાબત તો એ છે કે ટાઇમની આ યાદીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સ્થાન આપવામાં આવ્યું નથી. ૬૩ વર્ષીય મોદી વિશે ટાઇમ મેગેઝિનમાં તેમને વિભાજનાત્મક રાજકારણી ગણાવવામાં આવ્યા છે અને તેઓ વિશ્વની સૌથી વિશાળ લોકશાહીનું નેતૃત્વ કરવાના હોવાનું જણાવવામાં આવ્યું છે. મોદીને ઝડપી પગલાં ભરનાર અને સુશાસન તેમ જ ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપનારા ગણાવવામાં આવ્યા છે. જ્યારે અરવિંદ કેજરીવાલને 'પાવરફૂલ આઉટસાઇડર ઇન ઇન્ડિયન પોલિટિક્સ’ ગણાવવામાં આવ્યા છે. કેજરીવાલ ભારતીય રાજકારણમાં સીધો વિરોધ કરનારા છે.

આગળ વાંચો વધુ વિગત