• Gujarati News
  • Apple Buying Dr. Dre\'s Beats For $3B To Compete In Music Streaming

એપલ 17,653 કરોડમાં ખરીદશે હેડફોન કંપની Dr. Dre\'s Beats

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એપલ ૧૭,૭૦૦ કરોડમાં બીટ્સ મ્યુઝિક અને ઇલેક્ટ્રોનિક્સ હસ્તગત કરશે
- એપલનો ઉદ્દેશ તેના મ્યુઝિક સર્વિ‌સ પોર્ટફોલિયો મજબૂત બનાવવાનો છે

અગ્રણી ટેકનિકલ કંપની એપલ ત્રણ અબજ ડોલર ( ૧૭,૭૦૦ કરોડ રૂપિયા)માં મ્યુઝિક સર્વિ‌સ બીટ્સ મ્યુઝિક અને બીટ્સ ઇલેક્ટ્રોનિક્સ હસ્તગત કરશે. બીટ્સ મ્યુઝિક અને બીટ્સ ઇલેક્ટ્રોનિક્સ હસ્તગત કરવાનો એપલનો ઉદ્દેશ તેનો મ્યુઝિક સર્વિ‌સ પોર્ટફોલિયો મજબૂત બનાવવાનો છે. બીટ્સ મ્યુઝિક અને બીટ્સ ઇલેક્ટ્રોનિક્સ હસ્તગત કરવાનો એપલનો સોદો ચોથા ત્રિમાસિક સમયગાળામાં થવાની ધારણા છે.
એપલ દ્વારા હસ્તગત પછી બીટ્સના સહ-સ્થાપકો જિમ્મી અને ડો.ડ્રે પણ એપલમાં જોડાઇ જશે. ચાલુ મહિ‌નાના પ્રારંભમાં બીટ્સ મ્યુઝિક અને બીટ્સ ઇલેક્ટ્રોનિક્સ એપલ હસ્તગત કરી રહી હોવાના સોદા વિશે અટકળો શરૂ થઇ હતી અને ૩.૨ અબજ ડોલર (લગભગ રૂ.૧૮,૯૦૦ કરોડ)માં કંપનીનો સોદો થવાનો અંદાજ હતો. એપલે બે કંપનીઓ રૂ. ૧૭,૭૦૦ કરોડમાં ખરીદી રહી છે. જેમાં રકમમાં ૨.૬ અબજ ડોલર (૧પ,૩૪૦ કરોડ રૂપિયા તેની ખરીદકિંમત અને કંપની સોંપણીની પ્રક્રિયા પાછળનો ૪૦ કરોડ ડોલરના ખર્ચનો સમાવેશ થાય છે.
એપલે 17,653 કરોડ રૂપિયામાં ખરીદેલ Dr. Dre's Beats કંપની અંગે વધુ જાણવા માટે સ્લાઇડ બદલો