ઇસ્લામ વિરોધી ફિલ્મ સર્જક અમેરિકી નિર્માતાની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસ્લામ વિરોધી ફિલ્મ બનાવી વિશ્વ ભરના મુસ્લિમોની લાગણી દુભાવનારા અને અનેક દેશોમાં જે હિંસાની ચીનગારી ભડકી તેના મૂળભૂત કારણ બનનારા અમેરિકી પ્રોડ્યુસરની અંતે ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલહવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કથિત ઇસ્લામ વિરોધી ફિલ્મના પ્રોડ્યુસર નાકૌલા બૈસેલે નાકૌલાની અંતે ધરપકડ કરવામાં આવી હતી.અમેરિકી એટર્નીના ઓફિસના થોમ મ્રોજેકે જણાવ્યું હતું કે નાકૌલની ધરપકડ કરાઇ છે તે બાબતની હું પુષ્ટિ કરી શકું તેમ છું. અમેરિકાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ચીફ મજિસ્ટ્રેટ જજ સુઝાને સેગલએ ઉમેર્યું હતું કે નાકૌલા સામે આ અગાઉ પણ છેતરપિંડીના કેસ દાખલ થઇ ચૂક્યા છે, આથી હવે અદાલત તેમની કોઇ જ બાબતને ગ્રાહ્ય રાખવા માગતી જ નથી, તેમના પર વિશ્વાસ પણ નહીં રાખે. નાકૌલા સામે આઠ પ્રોબેશન વાયોલેશન્સ દાખલ થયા છે અને તેમાં તેણે તેમના પ્રોબેશન ઓફિસર સાથે છેતરપિંડી કરી હોવાનું પણ ખુલ્યું હતું. કેસ શું હતો? તાજેતરમા જુલાઇ માસમાં ૧૪ મિનિટનું ટ્રેલર યુટયુબ પર મૂકવામાં આવ્યું હતું અને પછીથી ટૂંકાગાળામાં જ મિડલ ઇસ્ટ, ઇજીપ્ત, લીબિયામાં હિંસા ફાટી નીકળી હતી. નાકૌલા ઇજિપ્તનો વતની છે અને આ ફિલ્મ વિવાદમાં સપડાતાં તે ફરાર થઇ ગયો હતો.