• Gujarati News
  • Angry Elephant Flips Mother Hippo Into The Air With Its Trunk As She Tries To Protect Her Calf

બાળુડાંને હાથીના પંજામાંથી બચાવવા માદાં હિપ્પો બની રણચંડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મા તે મા બીજા બધા વગડાના વા, બાળક પ્રત્યે માતાનું વાતસ્લય અપાર હોય છે અને બાળકને ઉણી આંચ પણ ન આવે તે માટે માતા ગમે તેવું જોખમ ખેડવા તૈયાર હોય છે. ફક્ત મનુષ્ય જીવ માટે જ નહીં પણ પ્રાણીઓ માટે પણ આ યથાર્થ છે. નામિબિયાના અભ્યારણ્યમાં સાઉથ આફ્રિકાના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર રિઆન વાન સ્કાલવીકે હિપ્પોના બચ્ચાં પાછળ પડેલાં એક વીફરેલા હાથી સામે કઈ રીતે માદા હિપ્પો રણચંડી બને છે અને પોતાના સંતાનને હેમખેમ ઉગારે છે તેની દુર્લભ તસવીરો કેમેરેમાં કેદ કરી હતી.

માદા હિપ્પોને ઘણું જ દર્દ સહન કરવું પડ્યું હતું. માર્ગમાં વચ્ચે પડનાર માદા હિપ્પોને હાથીએ હવામાં અનેક વખત ફંગોળી હતી. જો કે રામ રાખે એને કોણ ચાખે કહેવત મુજબ માદા હિપ્પોને ગંભીર ઈજા ન થતા ફક્ત શરીરની બાજુના ભાગે કાપો પડ્યો હતો.

છંછેડાયેલા હાથીની સામે બાથ ભીડનાર માદા હિપ્પોના સંઘર્ષની વધુ તસવીરો જોવા સ્લાઈડ આગળ સ્ક્રોલ કરો...