દિકરીનાં કૌમાર્ય બાબતે શંકા કરીને મારી નાંખી, ગુનો કબૂલ કર્યો પણ....

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાઉદી અરેબિયાનાં ધર્મગુરુ ફયહાન ઘામડીએ વર્જિનિટી મુદ્દે પોતાની પાંચ વર્ષની દિકરી લામાને માર્યા પછી તેમને નામની જ સજા મળતાં લોકોએ જોરદાર વિરોધ શરૂ કર્યો છે. પોતાની 5 વર્ષની દિકરીનાં કૌમાર્ય પર શંકા કરીને તેને ટોર્ચર કર્યા બાદ મરી ન ગઇ ત્યાં સુધી મારનારા આ ઘાતકી પિતા અને ધર્મગુરુને મોતની સજાની માંગ દુનિયાભરમાં સોશ્યલ નેટવર્ક સાઇટ્સ પર થઇ રહી છે.

એવું કહેવાય છે કે, ફયહાને પોતાનો ગુનો કબૂલી લીધા બાદ તેને ટૂંકી જેલની સજા અને 50000 ડોલરનો દંડ કરીને છોડી દેવાનો આદેશ જજે કર્યો હતો. જેને પગલે લોકોમાં જબ્બર રોષ ફાટી નીકળ્યો છે. 50000 ડોલર લામાની માતા કે અન્ય સબંધીને ચૂકવાશે તેમ પણ જાણવા મળ્યું છે.

આગળ વાંચો, કેવી રીતે ચાબુક-સળિયાથી મારીને થઇ હતી લામાની હત્યા, કોણ છે ફયહાન અને દુનિયાભરમાં કેવી રીતે થઇ રહ્યો છે આ ઘટનાનો વિરોધ, ધ્રુજી જશો