તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇજિપ્તની રેલીમાં અંધાધૂંધ ગોળીબાર, 16નાં મોત, 200થી વધુ ઘાયલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇજિપ્તના બળવાએ વધુ પડતું હિંસક સ્વરૂપ ધારણ કરતાં સંભાવના એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રમુખ મોહંમદ મોરસી આજે પદ છોડી દેશે અથવા આર્મી દ્વારા તેને હોદ્દા પરથી ખસેડી મુકાશે. એક વરસ અગાઉ જ હોસ્ની મુબારકે પણ આ જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

ઇજિપ્તમાં બળવો હિંસક બની રહ્યો છે. એક તરફ લોકો પ્રમુખ મોરસીના રાજીનામની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે તો બીજી તરફ મોરસીની સમર્થકો પણ દેખાવો કરી રહ્યાં છે.

ઇજિપ્તના કાઇરોમાં મોરસીની સમર્થકોની રેલીમાં અજાણ્યા શખ્સએ આડેધડ ગોળીબાર કરતાં 16 વ્યક્તિઓનાં મોત થયાં છે જ્યારે 200થી વધુ દેખાવકારો ઘાયક થયાં હોવાના અહેવાલ છે. કાઇરો યુનિવર્સિટી સામે યોજાયેલી રેલીમાં અંધાધૂંધ ગોળીબાર કરી અજાણ્યો શખ્શ ફરાર થઇ ગયો હતો.

અગાઉ પણ મોરસીના વિરોધીઓ અને સમર્થકો વચ્ચેની અથડામનમાં સાત લોકોનાં મોત થયાં હતાં.

હોસ્ની મુબારકને ખુરશીએથી ફેંકી દેનાર ઇજિપ્તના લોકોએ હવે નવા પ્રમુખ સામે પણ બાંયો ચડાવી દીધી છે. છેલ્લા થોડા દિવસોથી ઇજિપ્તની ગલીઓમાં બળવાના નારા સાંભળવા મળી રહ્યા છે. પ્રમુખના રાજીનામાની માંગણી સાથે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોને ઇજિપ્તમાં હમણાં ના જવા પણ સુચનાઓ આપી દીધી છે.

આંદોલનનું કેન્દ્ર બનેલા તાહીર ચોક પર અનેક લોકોએ એક ડચ મહિલા પત્રકાર પર બળાત્કાર કર્યો હોવાના અને અન્ય એક મહિલા સાથે પણ બળાત્કાર કર્યો હોવાની વિગતો મળી રહી છે. આર્મીએ આંદોલન સમેટી લેવા 48 કલાકની સમય મર્યાદા સરકારને આપી હતી પણ મોરસી સરકારે આર્મીની ચેતવણીને ફગાવી દીધી છે.

અત્યાર સુધી 8 લોકોનાં મોત થયાં છે જ્યારે ઘણા બધા ઘાયલ થયેલાં છે. મહિલા પર બળાત્કાર કરનારા લોકો પોતાને ક્રાંતિકારી ગણાવતાં હતાં. તેની પર પાંચ લોકોએ બળાત્કાર કર્યો હોવાનું હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું.

સુત્રોના જણાવ્યા મુજ્બ, છેલ્લા થોડા દિવસોમાં 43 જેટલી મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

ઈજિપ્તમાં પ્રમુખ મોહમ્મદ મોરસીએ સત્તા સંભાળ્યાનું એક વર્ષ પૂરું કર્યું ત્યાં તેમની અને તેમની કાર્યપદ્ધતિ વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા છે. રવિવારે દેશના લેન્ડમાર્ક બની ગયેલા તાહીર ચૌક પર હજારોની સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ રેલીનું આયોજન કર્યું હતું.

મળતી માહિતી મુજ્બ, પાંચ દેખાવકારોનાં મોત થયાં છે જ્યારે ઘણા બધાને ઇજાઓ થઇ છે. તેમને સારવાર માટે મોકલી અપાયા છે. પ્રમુખની રાજીનામાની માંગણી કરી લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે.

તસવીરોમાં જુઓ ઇજિપ્તનો બળવો અને જુઓ કેવી રીતે ફેલાઇ રહી છે અંધાધૂંધી