બોમ્બની દહેશતે ઇંગ્લેંડની સંસદ ખાલી કરાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ઇંગ્લેડની સંસદની ઇમારત)
લંડનઃઇંગ્લેંડની સંસદમાં શંકાસ્પદ સામાન મળી આવતા અને તેમાં બોમ્બ હોવાની દહેશતે આજે ઇંગ્લેંડના સંસદમાં મોટા ભાગનો ખાલી કરાવી નાખવામાં આવ્યો હતો. તેના કારણે સલામતી અધિકારીઓને તે સમગ્ર એરિયા કોર્ડન કરી લેવાની અને સાંસદોની સુરક્ષા વધારવાની ફરજ પડી હતી.
સલામતી દળોએ તે વિસ્તારની સર્ચ કરી તે દરમિયાન સંસદની ઇમારતની સામેના ભાગમાં આવેલા એક ઓફિસના મકાન અને વેસ્ટમિનીસ્ટર અંડરગ્રાઉન્ડ સ્ટેશનની પરનો ભાગ પણ ખાલી કરાવવામાં આવ્યો હતો એમ લંડન મેટ્રોપોલીટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું.
જે ઇમારતમાં સાંસદોની ઓફિસ, સમિતિ રુમો અને રેસ્ટોરન્ટસનો સમાવેશ થાય તેવા પોર્ટુકુલીસ હાઉસમાં લોકો પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેને પણ ખાલી કરાવવામાં આવ્યું હતુ. પોર્ટુકુલીસ હાઉસ વેસ્ટમિનીસ્ટર અંડરગ્રાઉન્ડ સ્ટેશનની ટોચ પર બેસે છે અને તે અંડર પાસ મારફતે વેસ્ટમિનીસ્ટર પેલેસ સાથે જોડાયેલું છે.
પોલીસે જણાવ્યું હતું કે ખાલી કરાવવાનું કારણ શંકાસ્પદ સામાન હતો, પરંતુ તે બાબતે કે ટોચની સલામતી ધરાવતી સંસદની ઇમારતમાં તે કેવી રીતે આવ્યો તેની વિગત આપવાનો ઇનકાર કર્યો હતો એમ ટેલિગ્રાફે અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
બ્રિટને ઓગસ્ટમાં આંતકવાદના જોખમનું સ્તર વધારીને ઓગસ્ટમાં દ્વિતીય ક્રમનું સ્તર કર્યું હતું. ઇરાક અને સિરીયા કે જ્યાં આઇએસઆઇએસ દ્વારા મોટી જમીન પર કબ્જો કરવામાં આવ્યો છે અને જૂનમાં ઇસ્લામિક ખલીફત જાહેર કરવાને પગલે જોખમ સ્તરમાં વધારો કરવામાં આવ્યો હતો. મિડલ ઇસ્ટમાં આઇએસઆઇએસ ફાઇટરો સાથે 500થી વધુ યુકેના નાગરિકો લડાઇમાં સામેલ હોવાના અહેવાલ છે.