તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકી જૂથ ISISમાં જોડાવવા જતો અમેરિકન ટીનેજર શિકાગો એરપોર્ટથી ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં જોડાવવા જતા ઝડપાયેલા અમેરિકન ટીનેજરની ફાઇલ તસવીર)
શિકાગોઃ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાવવા તુર્કી જતા એક અમેરિકન ટીનેજરને FBIએ એરપોર્ટથી ઝડપી પાડ્યો છે. અધિકારીઓએ જણાવ્યાનુસાર, 19 વર્ષીય ટીનેજર મોહમ્મદ હમઝાહ ખાનને FBIના અધિકારીઓએ ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ચોથી ઓક્ટોબરે ઝડપ્યો હતો. હમઝાહ વિયેના, ઓસ્ટ્રીયા જઇ રહ્યો હતો ને ત્યાંથી તે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)માં જોડાવવા માટે તુર્કી જવાનો હતો.
સોમવારે હમઝાહને યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં તેના વિરુદ્ધ વિદેશી આતંકી સંગઠનને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેને લગતાં દસ્તાવેજો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે ગુરુવાર સુધી તેને પોલિસ કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.
હમઝાહ જ્યારે ઓહારે એરપોર્ટ ખાતે સિક્યોરિટી સ્ક્રીનિંગમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને FBI અધિકારીઓએ ઝડપી પાડ્યો હતો.
આગળ વાંચોઃ FBI અધિકારીઓએ હમઝાહના ઘરે તપાસ કરી ત્યારે શું મળ્યું