તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • American Soldiers Are Hiding Behind The Assassination Of Afghan Anguish

અમેરિકન સૈનિકોની હત્યા પાછળ છુપાયો છે અફઘાન આક્રોશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકન સૈનિકોની હત્યા પાછળ છુપાયો છે અફઘાન આક્રોશ
અફઘાનિસ્તાનમાં દસ વર્ષ બાદ પણ અમેરિકન સૈન્ય અસલામતી અનુભવે છે. અમેરિકા જે અફઘાનીઓને લશ્કરી તાલીમ આપે છે, તે જ તેમના જીવના દુશ્મન બની બેઠા છે.
અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો પર અફઘાન નેશનલ સિક્યોરિટી ફોર્સ (એએનએસએફ)ના હુમલાઓથી અમેરિકન વ્યૂહરચનાકારો સ્તબ્ધ બની ગયા છે. ઈન્ટરનેશનલ સિક્યોરિટી આસિસ્ટન્સ ફોર્સ (આઈએસએએફ)ના જણાવ્યા અનુસાર અફઘાન સૈનિકોના અમેરિકનો પર હુમલાની સંખ્યા ૨૦૦૭માં બેથી વધીને ૨૦૧૨માં ૬૪ થઈ ગઈ છે. ૨૦૧૩માં અત્યાર સુધીમાં ૯ હુમલા થઈ ગયા છે. ગયા વર્ષે હુમલાની સંખ્યા વધતાં લશ્કરે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. હુમલાની ઘટનાઓ ઓછી કરવા માટે સંયુક્ત ગશ્તની સંખ્યા ઘટાડવામાં આવી છે.
આ પ્રકારની ઘટનાઓના બે મુખ્ય કારણ સામે આવ્યા છે - અફઘાન પોલીસ અને લશ્કરમાં તાલિબાની અથવા કટ્ટરવાદી તત્વોની ઘુસણખોરી અને સાંસ્કૃતિક અથવા વ્યક્તિગત સમસ્યા. દરેક પક્ષ પોતાના દૃષ્ટિકોણથી કારણોની વ્યાખ્યા કરે છે. નાટો જૂથ સેનાના સૂત્રો ૭પ ટકા હુમલાઓ વ્યક્તિગત સમસ્યાને કારણે થતા હોવાનું માને છે. ભૂતપૂર્વ મંત્રી અને રાષ્ટ્રપતિ પદના દાવેદાર હનિફ એતમાર મોટાભાગના હુમલાને ઘુસણોખોરીનું કારણ ગણાવે છે. તેમ છતાં મોટાભાગના કિસ્સામાં કારણ સ્પષ્ટ નથી થઈ શકતું. આવો એક કિસ્સો ૧૦મી ઓગસ્ટ ૨૦૧૨ના હેલમંડ પ્રાંતના સેંગુનમાં થયો હતો.
અફઘાન ફોર્સના જવાન ૨૦ વર્ષયી અબ્દુલ રઝાકે સ્પેશિયલ ઓપરેશન ટીમ - ૮૧૩૩ના ત્રણ અમેરિકન મરીન્સને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ટાઈમે આ ઘટના અંગે માહિ‌તી મેળવવા માટે ટીમ - ૮૧૩૩નો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેને મંજૂરી મળી નહોતી. રઝાક ૨૦૧૦ની શરૂઆતમાં અફઘાન રાષ્ટ્રીય પોલીસમાં ભરતી થયો હતો. નાવા જિલ્લામાં તેની નિમણૂક કરાઈ હતી. તેની નિયુક્તિ સૈફુલ્લા ખાને કરી હતી. ટૂંક સમયમાં જ સૈફુલ્લા ગિરિશ્ક જિલ્લાના પોલીસ વડા બની ગયા અને અબ્દુલ રઝાક તેમનો બોડીગાર્ડ બની ગયો. ર્બોડીગાર્ડ હોવાને કારણે રઝાકને સૈફુલ્લા સાથે તાલિબાની નેતાઓનો પીછો કરવો, અફીમ અને વિસ્ફોટકોની શોધ જેવા ખતરનાક મિશનો પર જવું પડતું હતું.
અમેરિકન સૈનિકો અને અફઘાનિઓને એકબીજા પ્રત્યે અનેક ફરિયાદો હતી. જલાલાબાદ સ્થિત અમેરિકન સૈન્ય કમાન્ડ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ અમેરિકન સૈનિકોએ તેમના અફઘાન સાથીઓના સંબંધમાં સાફ-સફાઈ અંગે ફરિયાદ હતી. વિશ્વાસનું સંકટ અને સાંસ્કૃતિક અંતર નામનું આ અધ્યયન ૨૦૧૧ સુધી ગુપ્ત નહોતું. તેમાં જણાવાયું હતું કે અમેરિકનો પર અફઘાની હુમલા સતત વધતું જોખમ છે અને તે મુખ્યત્વે ગેરસમજ, વ્યક્ગિત સમસ્યાઓનું પરિણામ છે.
અમેરિકનોની કેટલીક અન્ય ફરિયાદો હતી - નશીલી દવાઓનો ઉપયોગ, મોટાપાયે ચોરીઓ, વ્યક્તિગત અસ્થિરતા, અપ્રમાણિક્તા, હથિયારોનો અસલામત રીતે ઉપયોગ, ભ્રષ્ટ અધિકારી, વિદ્રોહીઓ સાથે ગુપ્ત જોડાણ, નબળું મનોબળ, આળસ અને શ્વાનને હેરાન કરવા. અફઘાનીઓની પણ ગંભીર ફરિયાદો હતી - તપાસ દરમિયાન મહિ‌લાઓ માટે મુશ્કેલી ઊભી કરવી, એએનએસએફના સભ્યોની તપાસ, તેમનું અપમાન, તેમની સાથે ગાળાગાળી, અમેરિકન સૈનિકો દ્વારા નાગરિકોની હત્યા, જાહેર સ્થળો પર પેશાબ કરવો અને પ્રાણીઓ પર અકારણ ગોળીઓ ચલાવવી.
આપણે મરીન્સના હત્યારા અબ્દુલ રઝાકના કિસ્સા પર પાછા ફરીએ. એક બોમ્બ વિસ્ફોટમાં સૈફુલ્લાના મોત બાદ રઝાકને તેના હથિયાર અને યુનિફોર્મ મળી જાય છે, પરંતુ તે કેટલાક દિવસ બાદ કાબુલ ભાગી જાય છે. તે સેનાની ૧૧૧મી કેપિટલ કોરમાં જોડાઈ જાય છે. દરમિયાનમાં અમેરિકનો દ્વારા બગરામ હવાઈ મથક પર કુરાનની નકલ સળગાવી દેવાના સમાચાર સમગ્ર દેશમાં અમેરિકા વિરોધી ભાવનાઓને ભડકાવે છે. કેટલાક દિવસ બાદ રઝાક કાબુલથી ભાગીને હેલમંડ પહોંચે છે. ભાગેડુ હોવા છતાં તેને અફઘાન પોલીસમાં જગ્યા મળી જાય છે. તેને પુજેહમાં મરીન સ્પેશિયલ ઓપરેશન ટીમ ૮૧૩૩ના અડ્ડા પાસે એક ઈમારતમાં નિયુક્ત કરાય છે.
મરીન ટીમના કેપ્ટન મેટ મેનુકિયનને ત્યાં હૈદર નામથી પણ ઓળખવામાં આવે છે. કેપ્ટન હૈદર દર અઠવાડિયે ગામના વૃદ્ધોની એક બેઠક - શૂરા - બોલાવતો હતો. સ્થાનિક અફઘાનીઓ સાથે સંબંધો સુધારવા માટે આ આયોજન થતું હતું. આવનાર વૃદ્ધોની તપાસ નથી કરાતી. તેમનું સ્વાગત પાણી, પેપ્સી અને કોકથી થાય છે. રાત્રે ૧૧.૩૦ ક્લાકે શૂરા પૂરી થયા બાદ લોકો સૂવા જતા રહે છે. થોડા સમય બાદ રઝાક યુનિફોર્મ પહેરે છે, ગન ઉઠાવે છે અને અડ્ડાની અંદર જઈને અલ્લા હો અકબરની બૂમો પાડતાં મરીન્સ પર અંધાધૂંધ ગોળીબાર કરે છે. ચાર મરીન્સ ઈજાગ્રસ્ત થાય છે, જેમાંથી ત્રણની મોત થઈ જાય છે. રઝાક ભાગી જાય છે.
તાલિબાન દ્વારા જાહેર કરાયેલ વીડિયોમાં રઝાકને કહેતા બતાવાય છે કે સરકારમાં જોડાયા બાદ પણ મને લાગતું હતું કે હું મુજાહિ‌દ છું અને કાફિરોને મારવા માગું છું. અફઘાન ઈન્ટેલીજન્સ એનડીએક્સનું કહેવું છે કે રઝાક તાલિબાનના સંપર્કમાં તો હતો, પરંતુ શરૂઆતથી નહીં. દરમિયાનમાં રઝાકની કોઈ ખબર નથી. કેટલાક લોકો કહે છે કે તે અફઘાનિસ્તાનમાં છે. કોઈ કહે છે કે તે પાકિસ્તાન ભાગી ગયો છે. એવા પણ સમાચાર છે કે સંગિન જિલ્લાના ગામોમાં લોકોએ ફુલોથી તેનું સ્વાગત કર્યું અને તેને ધન આપ્યું.
સાથે મુહિ‌બ હબીબી, વાલિદ ફઝલી