• Gujarati News
  • America Is Not Seeking Permission Of Pakistan On Drone Attacks

અમેરિકાએ પાક.ને પૂછ્યા વગર જ 3500 લોકો મારી નાંખ્યાઃ UNની ચેતવણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંયુક્ત રાષ્ટ્રએ અમેરિકાને ખખડાવતાં કહ્યું છે કે, પાકિસ્તાનની સરકારની સંમતિ વિના કબીલા વિસ્તારોમાં ડ્રોનનાં હુમલા કરવા નહીં. યુએને પાકિસ્તાનનાં સાર્વભૌમત્વ પર હુમલા કરવા બાબતે અમેરિકાને ચેતવણી આપી દીધી છે. કાઉન્ટર ટેરેરીઝમ અને હ્યુમન રાઇટ્સ પર યુએનનાં વિશેષ દૂત બેન ઇમરસને આ વાત જાહેર કરી હતી.

ઇમરસન હાલમાં જ પાકિસ્તાનનો ત્રણ દિવસનો પ્રવાસ કરીને પરત ફર્યા છે. તેમના મતે પાકિસ્તાનમાં ગયા પછી ખબર પડી કે ત્યાં જમીન પર ડ્રોન હુમલા કરતાં પહેલા અમેરિકા પરવાનગી લેતું નથી. પાકિસ્તાની સેના અને ગુપ્તચર અધિકારીઓ અફઘાન સીમા પર અલકાયદા અને તાલિબાનનાં શકમંદો પર હુમલા કરાવવામાં મદદ કરી રહ્યા હોય તેવી વાત સામે આવી છે. પાકિસ્તાની સરકારનાં રેકોર્ડસ જોયા પછી પણ અમેરિકાને મંજૂરી અપાઇ હોય તેવા કોઇ પુરાવા મળ્યા નથી.

આગળ વાંચો, આ સનસનીખેજ રીપોર્ટ... અમેરિકા અને આઇએસઆઇનાં અધિકારીઓની મિલીભગતનો ખાસ રીપોર્ટ...