ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને તો પાક. સામે આકરા થઈ શકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન: અમેરિકામાં જો રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને તો તેઓ વ્યવસાયિક હેતુથી ભારતની વધુ નજીક રહેશે અને તેમની વિદેશનીતિ પાકિસ્તાન વિરોધી હોઈ શકે છે. અમેરિકી મેગેઝિન ન્યૂઝવીકના અહેવાલમાં આમ ટાંકવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે ટ્રમ્પે ભારતીય શહેરો પૂણે અને ગુડગાંવની રિયલ એસ્ટેટ પરિયોજનાઓમાં રોકાણ કર્યું છે.
મેગેઝિનમાં એવો સવાલ ઉઠાવાયો હતો કે, જો તેઓ ભારત વિરુદ્ધ આકરું વલણ અપનાવે તો શું સરકાર તેમને છોડી દેશે શું ભારત આકરું વલણ અપનાવશે. શું પૂણે ટ્રમ્પના ભાગીદારો વિરુદ્ધ કાર્યવાહી કરશે. જોકે, હાલની સ્થિતિ જોતાં ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ભારત તરફી વધારે સારું હોવાનું રાજકીય તજજ્ઞો જણાવી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં તપાસ શરૂ

ગત મહિને મહારાષ્ટ્રે ટ્રમ્પ ટાવર્સ પૂણેની જમીન કેસમાં તપાસના આદેશ આપ્યા છે. સરકારના કહેવા પ્રમાણે જમીન ગેરકાયદે રીતે લીધી છે.

ભાજપ-કોંગ્રેસ બંનેમાં મિત્રો

પૂણે - ગુડગાંવમાં રોકાણના કારણે ટ્રમ્પ પરિવાર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ સાથે સારા સંબંધો ધરાવે છે. તેમના મિત્રોમાં બંનેના નેતા છે. જોકે તેમાં કોઈનાં નામ નથી અપાયાં.

હિલેરી હવે સ્વસ્થ

ન્યુમોનિયાથી પીડાતાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. ડોક્ટરોએ તેમને હવે ફિટ જાહેર કર્યા છે. શુક્રવારથી તેઓ ચૂંટણીપ્રચાર શરૂ કરશે.
અન્ય સમાચારો પણ છે...