• Gujarati News
  • Alert Declared As PopocatéPetl Volcano Actives Near Mexico City

PHOTOS : બરફથી ઢંકાયેલા જ્વાળામુખીમાંથી નીકળે છે લાવા, મેક્સિકોમાં એલર્ટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના મેક્સિકો પાસે એક જ્વાળામુખીમાં હલચલ થવાના કારણે રાજધાની અને આજુબાજુના બે પ્રાંતમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. સત્તાવાર રીતે જણાવાયા મુજ્બ, બરફથી ઢંકાયેલા જ્વાળામુખીમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. ધુમાડો સતત વધતો જઇ રહ્યો છે. આકાશમાં પણ મોટા પાયે ધુમાડા જોવા મળી રહ્યા છે. શનિવાર રાતથી જ હલચલ શરૂ થઇ ગઇ હતી. રવિવારે તો ગરમ લાવો નીકળવાની શરૂઆત થઇ ગઇ હતી.

સરકારે સાવચેતીના ભાગરૂપે રવિવારે જ જ્વાળામુખીની ચારેકોર પોલીસ મુકી દીધી હતી. આ જ્વાળામુખી 5450 મીટર ઉંચો છે. આસપાસના 18 વર્ગ કીમીનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે. ખાલી કરાયેલા વિસ્તારના લોકો માટે ખાસ કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે.

તસવીરોમાં જુઓ જ્વાળામુખી