તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Air Chinaની લંડન વિઝિટર્સને સલાહ- ભારતીય વિસ્તારોથી બચીને રહેજો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડન: ચીનની સ્ટેટ એરલાઈન એર ચાઈનાએ ઈન-ફ્લાઈટ મેગેઝીનમાં લંડન વિઝિટર્સને સતર્ક રહેવાની સૂચના આપી છે. એરલાઈનના મેગેઝીનમાં લંડન યાત્રા પર એક લાંબો ફિચર આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે. તેમાં લોકોને કહેવામાં આવ્યું છે કે, ભારત, પાકિસ્તાન અને બ્લેક લોકોનાં એરિયામાં પ્રવેશ કરતી વખતે સાવધાની રાખવી.
બીજુ શું કહ્યું છે આર્ટીકલમાં?
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આર્ટિકલમાં લખ્યું છે કે, લંડન ફરવા માટે આમ તો ઘણી સુરક્ષિત જગ્યા છે, પરંતુ જ્યારે તમે ભારતીય, પાકિસ્તાની અને બ્લેક વસ્તીવાળા વિસ્તારોમાં જાઓ ત્યારે તમારે થોડી સાવધાની રાખવી જોઈએ.
- ટુરિસ્ટ્સને અમારી સલાહ છે કે, રાત્રે એકલા બહાર ન નીકળે અને મહિલાઓ મુસાફરી દરમિયાન હંમેશા કોઈની સાથે જ બહાર નીકળે.
- સીએનબીસીની ચીન જર્નાલિસ્ટ હાજી ફૈને તેના ટ્વિટર એકાઉન્ટ ઉપર આ આર્ટિકલ પોસ્ટ કર્યો છે.
- આ આર્ટિકલ ઈંગ્લિશ અને મંડારિન ભાષામાં લખવામાં આવ્યો છે.
ઈવનિંગ ન્યૂઝપેપરે વિવાદની આપી ચેતવણી

- મેગેઝીનમાં 'લંડન ધ સિટી ઓફ હેટ્રીક્સ, કવર્સ બ્રિંટસ' ટાઈટલમાં આર્ટિકલ પ્રસિદ્ધ થયો છે.
- એરલાઈન્સે મુખ્ય આર્ટિકલ પછી 'ટ્રાન્સપોર્ટ ઓપ્શન એન્ડ લાઈફસ્ટાઈલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ઈન લંડન' સેક્શનમાં વિઝિટર્સને આ સલાહ આપી છે.
- લંડનમાં ઈવનિંગ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપરે આ વિશે એક રિપોર્ટ પબ્લિસ કર્યો છે. તેમાં આ આર્ટિકલ વિશે વિવાદ થવાની ચેતવણી આપી છે.
- મેગેઝીનમાં લંડન અને બ્રિટનના અન્ય પ્રખ્યાત સ્થળોને આકર્ષિત કરે તેવા આર્ટિકલ આપવામાં આવ્યા છે.
લંડન મેયર કેમ્પેનને થઈ શકે છે નુકસાન

- માનવામા આવે છે કે, એરલાઈન્સની આ સલાહથી લંડનના મેયર સાદિક ખાન તરફથી લંડન પ્રમોશન માટે ચલાવવામાં આવતા કેમ્પેઈનને નુકશાન થશે.
- બ્રિટિશ સિટિઝન સાદિકના પેરેન્ટ્સ પાકિસ્તાની હતા. તેમણે આ વર્ષે જુલાઈમાં જ સાઉથ લંડનમાં તેમની ખાણી-પીણીની પ્રખ્યાત જગ્યાઓ માટે આ કેમ્પેઈન લોન્ચ કર્યું હતું.
- મેયરે સાદિકે આ કેમ્પેનને #LondonisOpen campaign નામ આપ્યું છે. તે ઉપરાંત તેમણે આ માટે એક બ્લોગ પણ શરૂ કર્યો છે.
- નોંધનીય છે કે, સાઉથ લંડનમાં ભારતીય અને પાકિસ્તાની મુળના લોકો પણ મોટી સંખ્યામાં આવેલા છે.
લેબર સાંસદોએ કહ્યું- માફી માંગે એરલાઈન્સ

- ઘટનાનો ખુલાસો થયા પછી Ealing Southallના લેબર સાંસદ વીરેન્દ્ર શર્માએ ટ્વિટ કરીને આ વિશે નારાજગી વ્યક્ત કરી છે.
- શર્માએ ટ્વિટ કરીને કહ્યું છે કે, આ ખૂબ ગંદી વાત છે. મને આશા છે ચાઈના એરલાઈન્સ તાત્કાલિક આ મેગેઝીનને હટાવી લેશે અને માફી માગશે.
- શર્માએ ચીનના એમ્બેસેડર લિયુ શિયામિંગને પત્ર લખીને પણ આ વાતનો સખત વિરોધ કર્યો છે.
- ઈવનિંગ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપરના જણાવ્યા પ્રમાણે, બ્રિટનના અમુક નેતાઓએ પણ એરલાઈન્સની માફી માગી છે.
પહેલાં પણ વિવાદમાં રહી છે ચીનની કંપનીઓ

- આ પહેલી વખત નથી બન્યું કે, જ્યારે ચીનની કોઈ કંપની વિવાદ સાથે જોડાઈ છે.
- આ વર્ષે મે માં ચીનની એક લોન્ડ્રી ડિટર્જન્ટ કંપનીએ તેમની જાહેરાત માટે માફી માગવી પડી હતી.
- આ જાહેરાતમાં બતાવવામાં આવ્યું હતું કે, એક એશિયાઈ મહિલા એક વોશિંગ મશીનમાં એક ગંદા કાળા માણસને પાવડર નાખીને ધકેલી દે છે અને ત્યારપછી મશીનમાંથી એક સાફ એશિયાઈ માણસ બહાર આવે છે.
આગળની સ્લાઈડ્સ જુઓ, સીએનબીસીની ચીની જર્નાલિસ્ટ હાઝી ફૈને તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરેલો આર્ટિકલ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો