રમેશ અગ્રવાલને પર્યાવરણનો સૌથી મોટો પુરસ્કાર મળ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના રમેશ અગ્રવાલનો સમાવેશ એ છ લોકોમાં થાય છે કે જેમને પર્યાવરણનો સૌથી મોટો પુરસ્કાર ગોલ્ડમેન પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે. તેમણે છત્તીસગઢમાં કોલસાના આડેધડ થતાં ખોદકામથી છુટકારો મેળવવામાં ગ્રામીણોની મદદ કરી હતી અને એક મોટા કોલસાના પ્રોજેક્ટને બંધ કરાવ્યો હતો. તેમની સાથે આ પ્રકારનો પુરસ્કાર મેળવનારા અન્ય લોકોમાં પેરુ, રશિયા, દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા અને અમેરિકાના પર્યાવરણવાદીઓનો સમાવેશ થાય છે. પ્રત્યેક વિજેતાને ૧.૭પ લાખ ડોલર (અંદાજે રૂ. ૧.૦૬ કરોડ) આપવામાં આવશે. સાન ફ્રાન્સિસ્કોસ્થિત ગોલ્ડમેન એન્વાયર્મેન્ટ ફાઉન્ડેશને સોમવારે આ અંગેની જાણકારી આપી હતી.