મહિલાઓ દ્વારા રોજ વપરાતી આ વસ્તુ, 20 સિગારેટ કરતાં પણ વધુ ખતરનાક છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે પણ આ પ્રોડક્ટ વાપરતાં હોય તો, હવે ચેતી જજો!
હાલમાં જ એક ચોંકાવનારો સ્ટડી બહાર પડ્યો છે. નોર્વેની 'બર્ગન યુનિવર્સિટી'ના સ્ટડીમાં શૉકિંગ વાત બહાર આવી છે. મહિલાઓ રોજની 20 સિગારેટ પીવે. તેના કરતાં પણ વધારે અસર થાય છે -ઘરની સાફ સફાઇમાં વપરાતાં ક્લિનિંગ સ્પ્રેથી.  6000 મહિલા પર રિસર્ચ થયા બાદ આ વાત સામે આવી છે.

  
રોજબરોજ ઘરની ચીજવસ્તુઓની સાફ સફાઈ માટે ઉપયોગમાં લેવાતો.  ક્લિનિંગ સ્પ્રે પણ હેલ્થ માટે ખતરનાક છે. આ સ્પ્રેનો ઉપયોગ ફેફસાંને નુકસાન પહોંચાડે છે. એક ચેઇન સ્મોકરને સિગારેટ દરમિયાન ફેફસાંને અસર કરે - તેના કરતાં પણ વધારે અસરકારક છે આવા સ્પ્રે . આવા સ્પ્રેમાં હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થાય છે


કેમિકલ એ હદે ભયંકર હોય છે કે તરત જ હવામાં ફેલાઈ જાય છે. કેમિકલ શ્વાસ મારફતે આપણાં ફેફસાંમાં પહોંચે છે. આ કેમિકલની અસર પુરુષો કરતાં મહિલાઓમાં વધુ જોવા મળી છે. ત્યારબાદ સ્ટડીમાં એ પણ સામે આવ્યું કે જોબ કરતી મહિલાને ઓછી અસર થાય છે.


ઘરમાં કામ કરતી મહિલાઓને વધુ અસર થાય છે. આવા સ્ટડી સરવાળે કૅન્સર જેવી બીમારીઓ નોતરે છે. આ જોખમથી બચવા માટે સ્પ્રેનો ઉપયોગ ટાળવો જોઇએ. સ્પ્રેને બદલે કપડું, માઇક્રોફાઇબરવાળાં મૉપ વગેરેથી સફાઈ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...