ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» The thing that comes out of the dead whale is that people are amazed

  મૃત વ્હેલમાંથી નીકળી એવી વસ્તુ જેનાથી લોકો અચંબામાં

  DivyaBhaskar.com | Last Modified - Feb 07, 2018, 09:14 PM IST

  યૂરોપમાં જ વર્ષે 100 કરોડ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરાય છે
  • મૃત વ્હેલમાંથી નીકળી એવી વસ્તુ જેનાથી લોકો અચંબામાં
   2015માં સ્કોટલેન્ડ પાસેના આઇલ ઓફ સ્કાય પર બીચ પર મરણાસન્ન વ્હેલ મળી. તરફડતી વ્હેલને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા. આખરે તેને શૂટ કરીને પીડામાંથી મુક્તિ અપાવવામાં આવી. પાછળથી સંશોધકોએ તેનું પોસ્ટમોર્ટમ કર્યું. વ્હેલનાં પેટમાંથી જે નીકળ્યું તે જોઇને સમગ્ર દુનિયા આઘાતમાં ગરકાવ થઈ ગઈ. વ્હેલનાં પેટમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક મળી આવ્યું. 20 ફૂટ લાંબી વ્હેલનાં પેટમાં 4 કિલોથી વધુ પ્લાસ્ટિકની કોથળીઓ હતી. તેમાં બિન લાઇનર્સ, ઝિપ બેગ અને ફ્રીઝર પ્રકારની બેગ્સ સામેલ હતી. પ્લાસ્ટિકે વ્હેલનાં આંતરિક અવયવોને એવો ભરડો લીધો કે વ્હેલ માટે શ્વાસ લેવાનું પણ અશક્ય બની ગયેલું. અધિકારીઓએ તે જગ્યાની તપાસ કરી જ્યાં તે વ્હેલ મૃત હાલતમાં મળી આવી હતી. સૌના આઘાત વચ્ચે દરિયાની અંદર મોટા પાયે પ્લાસ્ટિકની કોથળીઓ તરી રહી હતી. દરિયાના પેટાળમાં વધુ ને વધુ ઊંડે પ્લાસ્ટિકની હાજરી જોવા મળી રહી છે. એક સર્વે મુજબ માત્ર યૂરોપમાં જ વર્ષે 100 કરોડ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરાય છે. પ્લાસ્ટિકને કારણે મૃત્યુ પામેલી વ્હેલ આજે પણ સૌને ચેતવણી આપી રહી છે
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The thing that comes out of the dead whale is that people are amazed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `