ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Ghana man teaching computing without computers on blackboard

  સ્કૂલમાં કમ્પ્યુટર ના હોવાથી બ્લેક બૉર્ડને જ બનાવી કમ્પ્યુટર સ્ક્રીન, અને થયો ચમત્કાર!

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 04:50 PM IST

  વિદ્યાર્થીઓના સારા ભણતર માટે શિક્ષક પોતે વધુ સમય ફાળવે તે ઓછું જોવા મળે છે
  • સ્કૂલમાં કમ્પ્યુટર ના હોવાથી બ્લેક બૉર્ડને જ બનાવી કમ્પ્યુટર સ્ક્રીન, અને થયો ચમત્કાર!

   વિદ્યાર્થીઓના સારા ભણતર માટે શિક્ષક પોતે વધુ સમય ફાળવે તે ઓછું જોવા મળે છે. હાલના સમયમાં પણ એવા ટીચર છે જે સ્ટુડન્ટ પાછળ પોતે પણ કપરી મહેનત કરે છે. આ વાત સાબિત કરી છે આફ્રિકન દેશ ઘાનાના એક સ્કૂલ ટીચરે.


   સ્કૂલ પાસે બાળકોને કમ્પ્યૂટરનું નોલેજ મળે એટલા પૂરતું એક કમ્પ્યૂટર પણ નથી. કમ્પ્યૂટર ના હોવાથી આ સ્કૂલના ટીચરે અનોખો જુગાડ કર્યો છે. આ ટીચરનું નામ છે રિચર્ડ એપ્પીએ અકોટો. રિચર્ડે કમ્પ્યૂટર ન હોવાથી 'બ્લેક બોર્ડ'ને જ કમ્પ્યૂટર બનાવી દીધું.


   એણે બાકાયદા ‘MS Office વર્ડ’નો આખો સ્ક્રીન પોતાના બ્લેકબોર્ડ પર દોર્યો. તેમાં એણે ઑરિજિનલ લેઆઉટ અને તમામ ફંક્શન્સ પણ બતાવ્યાં હતાં. આ રીતે કમ્પ્યૂટરમાં ‘MS Office’ કેવી રીતે વર્ક કરે છે તે રિચાર્ડે બાળકોને બાતવ્યું.

   રિચાર્ડે તેના આ જુગાડના ફોટા તેના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યા. આ ફોટા નૅચરલી સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઈ ગયા. એ પછી આવ્યો આ અનોખી કહાનીમાં મસ્ત ટ્વિસ્ટ. વાઇરલ થયેલી એ તસવીરો ખુદ ‘માઇક્રોસોફ્ટ’ કંપની પાસે પણ પહોંચી ગઈ.


   ‘માઇક્રોસોફ્ટ’એ જાહેર કર્યું કે તે ઘાનાની તે સ્કૂલમાં કમ્પ્યુટર આપશે, એકદમ ફ્રીમાં! આમેય બિલ ગેટ્સ અને એમની કંપની પોતાનાં જંગી ચૅરિટી કાર્યો માટે જાણીતી છે. આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયાના પાવરને નવેસરથી સાબિત કર્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Ghana man teaching computing without computers on blackboard
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `