શાળામાં બાળકોનું 70 ટકા પ્રદર્શન તેના માતા-પિતાના જીન્સ પરથી નક્કી થાય છે

લંડનની કિંગ્સ કોલેજના અભ્યાસનું તારણ: 30 ટકા પ્રદર્શન બાળકની મહેનત અને આસપાસના લોકો પર આધારિત હોય છે

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 12:37 PM
Genetic factors contribute to academic success of children

લંડન: જો બાળક સ્કૂલમાં સારા માર્ક્સ ન લાવી શકતો હોય તો શક્ય છે કે તેમની સાથે આનિવાંશિક રૂપે કોઇ સમસ્યા છે. લંડનની કિંગ્સ કોલેજના તાજેતરના અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે શાળામાં બાળકોનું 70 ટકા પ્રદર્શન તેમનાં માતા-પિતા પાસેથી મળેલા જીન્સથી નક્કી થાય છે. કિંગ્સ કોલેજે 12,000 જોડિયાં બાળકો પર અભ્યાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે બાળકોના પ્રદર્શન પર જીન્સની અસર સમયની સાથે વધઘટ થતી રહે છે.

પ્રાઇમરી સુધી 4થી 10 ટકા, મિડલ ક્લાસને સ્તરે વધીને 30થી 40 ટકા અને કોલેજકાળમાં 70 ટકા સુધી પહોંચી જાય છે. જ્યારે બાકીનું 30 ટકા પ્રદર્શન બાળકની મહેનત અને તેની આસપાસના અન્ય લોકો પર આધારિત હોય છે.

ગુનાહિત પ્રવૃત્તિમાં પણ જીન્સની ભૂમિકા
અભ્યાસમાં જણાયું કે જીન્સ માણસની અંદરની ગુનાહિત પ્રવૃત્તિનું પણ નિર્ધારણ કરે છે. રિસર્ચમાં 2012ના એક કેસનો ઉલ્લેખ છે. જેમાં વોલ્ડ્રપ નામના એક શખસે તેની પત્ની અને મિત્રની હત્યા કરી હતી અને કોર્ટમાં તેના વકીલે દલીલમાં જણાવ્યું કે તેના અસીલના શરીરમાં મોનોઅમીન ઓક્સિડેસ-એ જીન્સ છે, આ જીન્સને લીધે માણસ આપમેળે વધુ આક્રમક થઇ જાય છે. તેના લીધે વોલ્ડ્રપે ગેરઇરાદે હત્યા કરી હતી, તેથી તેને વધુ કડક સજા ન થવી જોઇએ.

X
Genetic factors contribute to academic success of children
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App