ઈન્ટરનેટ/ ક્યુબા બન્યો 3G ઈન્ટરનેટ સેવા શરૂ કરનારો વિશ્વનો છેલ્લો દેશ, ડેટા ભારત કરતાં 175 ગણો મોંઘો

આ પહેલાં ત્યાંં વાઈફાઈ તેમજ ઈન્ટરનેટ કાફેથી જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાતો હતો

divyabhaskar.com | Updated - Dec 08, 2018, 08:12 PM
2013માં ક્યુબામાં ઈન્ટરનેટની સુ
2013માં ક્યુબામાં ઈન્ટરનેટની સુ

  • ક્યુબામાં દર મહિને 4 જીબી ડેટાનો પ્લાન 2100 રૂપિયામાં
  • ભારતમાં 3 રૂપિયામાં 1 જીબી ડેટા, ક્યુબામાં તેની કિંમત 575 રૂ.

ગેજેટ ડેસ્કઃ ક્યુબાના સામાન્ય નાગરિકોને છેક હવે ઈન્ટરનેટની સુવિધા મળી છે. ગુરુવારથી અહીં બધા જ નાગરિકો માટે 3G ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા શરૂ થઈ હોય તેવો દુનિયાનો છેલ્લો દેશ ક્યુબા છે. ક્યુબાની ટેલિકોમ કંપની ETECSA દ્વારા આ સેવા શરૂ થઈ છે. જોકે પહેલાં ત્યાં 2013થી ઈન્ટરનેટ હતું, પરંતુ તેનો ઉપયોગ ધનવાન લોકો જ કરી શકતા હતા.

4 GB ડેટાની કિંમત 2100 રૂપિયા, મજૂરી પણ એટલી જ મળે છે

* ક્યુબામાં ઈન્ટરનેટ શરૂ કરનારી ટેલિકોમ કંપનીએ ઈન્ટરનેટના પ્લાન રજૂ કર્યા છે, જે મુજબ ક્યુબાના નાગરિકોને દર મહિને 30 ડોલર (2100 રૂપિયા)માં 4 જીબી 3G ડેટા મળશે.

* ક્યુબાની વસ્તી 1.5 કરોડ છે, જેમાંથી 50 લાખ લોકો જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. અહીંના મોટાભાગના લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

*ક્યુબામાં મજૂરનું એક મહિનાનું એવરેજ વેતન માત્ર 30 ડોલર છે, જ્યારે કેટલાક લોકોને તો તેનાથી પણ ઓછું વેતન મળે છે. સ્વાભાવિક છે કે તેમના માટે ઈન્ટરનેટ સેવાની આ કિંમત વધારે પડતી છે.

અત્યાર સુધી લોકો વાઈફાઈ અને ઈન્ટરનેટ કાફેના ભરોસે હતા

* એવું નથી કે અહીં પહેલીવાર ઈન્ટરનેટ આવ્યું છે. અગાઉ પણ ઈન્ટરનેટ હતું, પરંતુ તેનો ઉપયોગ દરેક લોકો નહોતા કરી શકતા. 2013થી અહીંની મોંઘી હોટલોમાં ઈન્ટરનેટ હતું, જેથી બહારથી આવતા પર્યટકો તેનો ઉપયોગ કરી શકે.

* ત્યારબાદ 2017માં અહીં ઈન્ટરનેટ માટે દેશભરમાં વાઈફાઈ હોટસ્પોટ તેમજ ઈન્ટરનેટ કાફે શરૂ કરવામાં આવ્યા. આજે ક્યુબામાં 1200 વાઈફાઈ સ્પોટ છે, જેનો ઉપયોગ 20 લાખ લોકો જ કરી શકે છે.

* અહીં લગભગ 670 જેટલા ઈન્ટરનેટ કાફે છે, જેનો ઉપયોગ કરવા માટે કલાકના 1 ડોલર (70 રૂપિયા) આપવા પડે છે.

ભારતમાં 3 રૂપિયામાં 1 જીબી ડેટા, ક્યુબામાં 575માં

* ભારતમાં હાલ 4G ઈન્ટરનેટ સેવા ચાલે છે અને 5G તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, પરંતુ ક્યુબામાં 3G કનેક્ટિવિટી જ આવી છે.

* ક્યુબામાં દર મહિને 4 જીબી ડેટા માટે 2100 રૂપિયા ખર્ચવા પડશે, એટલે કે 1 જીબી ડેટા માટ 575 રૂપિયા

* ભારતમાં જીઓ તરફથી 399માં 126 જીબી 4G ડેટા 84 દિવસ માટે આપવામાં આવે છે, એટલે કે એક દિવસમાં 1.5 જીબી ડેટા માટે 4.75 રૂપિયા ખર્ચવા પડે છે. આમ 1 જીબી ડેટા લગભગ 3 રૂપિયામાં પડે છે.

* ભારતમાં જીઓ 4 જીબી 4G ડેટા 12 રૂપિયામાં આપે છે, જ્યારે ક્યુબામાં આટલો જ 3G ડેટા માટે 2100 રૂપિયા ખર્ચવા પડે છે, જે ભારતની સરખામણીએ 175 ગણો મોંધો છે.

ટાઈમલાઈનઃ ક્યુબામાં છેલ્લા 5 વર્ષમાં ઈન્ટરનેટ બાબતે થયેલા નિર્ણયો

2013 સરકારે ઈન્ટરનેટ કાફે ખોલવાની પરવાનગી આપી. સાથે જ હોટલોમાં પણ ઈન્ટરનેટ શરૂ કર્યુ.

2014 સરકારી ઈમેઈલ સર્વિસનો ઉપયોગ કરવા માટે અનુમતિ આપી, જેનો ચાર્જ વસુલવામાં આવતો હતો.

2015 ક્યુબાના કલ્ચર સેન્ટરમાં દેશનું પહેલું વાઈફાઈ હોટસ્પોટ શરૂ થયું.

2017 ટેલિકોમ કંપની ETECSAએ હોમ ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરી, જેના અત્યાર સુધીમાં માત્ર 60 હજાર ગ્રાહકો છે.

2018 દેશમાં સામાન્ય નાગરિકો માટે 3G ઈન્ટરનેટ સેવા શરૂ થઈ.

X
2013માં ક્યુબામાં ઈન્ટરનેટની સુ2013માં ક્યુબામાં ઈન્ટરનેટની સુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App