ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Mario Comes to Google Maps in Celebration of Mario Day

  તમારી મદદ કરશે ફેમસ વીડિયો ગેમ કેરેક્ટર ‘મારિયો’

  divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 12:08 PM IST

  ‘ગૂગલ મેપ્સ’ની ઉપયોગિતા હવે કોઈને સમજાવવાની જરૂર નથી
  • તમારી મદદ કરશે ફેમસ વીડિયો ગેમ કેરેક્ટર ‘મારિયો’

   ગૂગલ મેપ્સ’ની ઉપયોગિતા હવે કોઈને સમજાવવાની જરૂર નથી. ‘ઉબર’, ‘ઓલા’ જેવી કંપનીઓએ તો કરોડો રૂપિયાનો બિઝનેસ ગૂગલ મેપ્સ પર બનાવ્યો છે. ગૂગલ મેપ્સના પ્રતાપે હવે વિશ્વની કોઈ જગ્યા અજાણી રહી નથી.


   સ્ટેપ બાય સ્ટેપ અને ટર્ન બાય ટર્ન સરનામું બતાવતી આ એપ સાચા ઠેકાણે પહોંચાડી જ દે છે. ગુગલ મેપના યુઝર્સ માટે હવે એક ઇન્ટરેસ્ટિંગ ન્યુઝ આવ્યા છે. એ ન્યુઝની વાત કરતાં પહેલાં એક જૂની વીડિયો ગેમને યાદ કરી લઇએ.


   નેવુંના દાયકામાં ‘સુપર મારિયો’ નામની વીડિયો ગેમે ધૂમ મચાવેલી, આ સુપરહિટ ગેમના મુખ્ય કેરેક્ટર ‘મારિયો’ પરથી ફિલ્મ પણ બની ચૂકી છે. હવે ન્યુઝ એ છે કે ગૂગલ મેપ્સમાં આ મારિયો રસ્તો બતાવશે!


   હાલ ગુગલ મેપમાં રૂટની દિશા દેખાડતું એક યલો કલરનું પોઇન્ટર આવે છે. હવે તેના બદલે મેપમાં મારિયો -તેની ગો-કાર્ટ કાર સાથે આ મેપમાં જોવા મળશે. આ માટે ગૂગલે જૅપનીસ વીડિયે ગેમ કંપની ‘નિન્ટેન્ડો’ સાથે ભાગીદારી કરી છે.


   આ ‘નિન્ટેન્ડો’ જ મારિયોની સર્જક કંપની છે. આપણે ત્યાં પણ મેપ્સમાં આ ફીચર આવી ગયું છે, જે થોડા સમય માટે જ એક્ટિવેટ રહેશે. આ માટે ગૂગલ મેપ્સ એપ્લિકેશન અપડેટેડ હોવી જોઇએ. કોઇપણ રૂટનું લોકેશન શોધતી વખતે સ્ક્રીન પર દેખાતા ‘?’ પર ક્લિક કરવાથી મારિયો પ્રગટ થશે. આ નખરાને આવતા મહિને રિલીઝ થઈ રહેલી ‘મારિયો કાર્ટ’ ગેમના પ્રમોશનનો ભાગ ગણાવાઈ રહ્યું છે.

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mario Comes to Google Maps in Celebration of Mario Day
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top