આ 10 ફોટોમાં થઇ મોટી mistakes, શું તમને દેખાય છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ વોગ મેગેઝિનના માર્ચ મહિનાના ઇશ્યૂમાં કવર પેજ પર મોડેલના ફોટોઝ સાથે ચેડા કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ડેઇલીમેઇલના એક અહેવાલ અનુસાર, વોગ મેગેઝિનના આગામી ઇશ્યૂમાં કવર પેજ પર કેન્ડલ જેનર, ગિગિ હદીદ, એશ્લી ગ્રેહામ સહિતની સાત સુપર મોડેલ દેખાય છે. બીચ પર ક્લિક થયેલા ફોટોમાં દરેક મોડેલ એકબીજીને હગ કરીને ઊભી છે, પરંતુ ધ્યાનથી જોતા ફોટો સાથે છેડછાડ થયેલી જણાય છે. 
 
- આરોપો અનુસાર, મોડેલ ગિગિ હદીદનો હાથ એશ્લી ગ્રેહામની કમર પર છે, પરંતુ તેનો હાથ પ્રમાણમાં વધુ લાંબો દેખાય છે. તેની પાછળ ફોટોશોપ હોવાનું ચર્ચાય છે.
- તે સિવાય ફેટ મોડેલ તરીકે પ્રખ્યાત એશ્લી ગ્રેહામને ફોટોમાં થોડી સ્લિમ દેખાડવામાં આવી છે, તેવો પણ આરોપ વોગ પર લગાવવામાં આવ્યો છે. 
- સોશિયલ મીડિયામાં પણ ઘણા યૂઝર્સ વોગ મેગેઝિન પર આરોપ લગાવી રહ્યા છે. 
- અગાઉ વિક્ટોરિયાઝ સિક્રેટ કંપનીએ પણ મોડેલના ફોટોને એડિટિંગ કર્યા હતા અને ત્યારે પણ વિવાદ થયો હતો. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ મોડેલ્સના ફોટોઝ સાથે કેવા ચેડાં કરવામાં આવે છે
અન્ય સમાચારો પણ છે...