તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુર્કીઃ બળવાને નિષ્ફળ બનાવવા જનતાએ અપનાવ્યો ચીનના ‘ટેન્ક મેન’નો માર્ગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકારા. તુર્કીમાં સત્તાપલટાની આર્મીના પ્રયાસને લોકોએ પાંચ કલાકમાં જ નિષ્ફળ બનાવી દીધો હતો. શરૂઆત શુક્રવાર રાતથી થઈ હતી જ્યારે આર્મીના એર એટેકમાં 17 પોલીસ અધિકારીઓના મોત થયા હતા. ત્યારબાદ પાર્લામેન્ટની બહાર બે બ્લાસ્ટ થયા. પ્રેસિડન્ટ રૈચેપ તૈયાપ એર્દોઆનના ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. પરંતુ જનતાએ આર્મીના પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધો. દેશના લોકોએ સૈન્ય બળોની સામે ઉગ્ર વિરોધ દર્શાવતા આર્મીને પાછીપાની કરવી પડી છે. સૈન્ય સામે વિરોધ પ્રદર્શન માટે વિશ્વભરમાં સિમ્બોલિક બનેલી ‘ટેન્ક મેન’ની તસવીર સાથે તુર્કીની વિરોઘ પ્રદર્શનની તુલના કરવામાં આવી રહી છે.
સત્તાપલટો નિષ્ફળ કરવામાં જનતાની મોટી ભૂમિકા
- આર્મીએ સત્તા પર કબ્જો કરીને 'માર્શલ લો' લાગુ કરવાનો દાવો કર્યો હતો.
- પરંતુ થોડાક જ કલાકો બાદ પ્રેસિડન્ટ એર્દોઆન સામે આવ્યા હતા હતા અને કહ્યું હતું કે દેશની કમાન તેમની જ પાસે છે.
- તેઓએ કહ્યું, “હું દેશની જનતાને રસ્તાઓ પર ઉતરવાની અપીલ કરી રહ્યો છું. આવો તેમને પાઠ ભણાવીએ.”
- આ અપીલ બાદ લોકો વિદ્રોહી સેનાની સામે રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા અને ઉગ્ર વિરોધ કરવા લાગ્યા હતા.
- લોકો ટેન્કોની સામે સૂઈ ગયા હતા. અનેક ઈમારતોમાં કબ્જો કરીને બેઠેલા આર્મી જવાનોને લોકોએ ખેંચીને બહાર કાઢ્યા હતા.
ટેન્ક મેનની તસવીર કેમ ખૂબ જ પ્રચલિત થઈ હતી? અમેરિકામાં એક મહિલાએ સુરક્ષા જવાનો સામે દર્શાવેલા શાંતિપૂર્વકના વિરોધની તસવીર પણ થઈ વાયરલ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો