Photos: ફ્રેન્ચ ફોટોગ્રાફરનો યુનિક પ્રોજેક્ટ \'ડેથ ટુરિઝમ\'

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પેરિસમાં રહેતા ફોટોગ્રાફરે સાત વર્ષ પહેલા અનોખો ફોટો પ્રોજેક્ટ શરૂ કર્યો. શહેરોની ડાર્ક સાઇડ રજૂ કરતાં આ ફોટોશૂટમાં તેણે સમાજ અને ભયાનક દુર્ઘટના વચ્ચે રહેલા સંબંધને તસવીરો થકી વ્યક્ત કર્યા.
ફ્રેન્ચ ફોટોગ્રાફર એમ્બ્રોઇસ ટેઝેનાસે 'ડેથ ટુરિઝમ'ને તસવીરોમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ્બ્રોઇસે એવા સ્થળોએ તસવીરો ક્લિક કરી છે જ્યાં ભયાનક દુર્ઘટના ધટી હોય, માનવસંહાર થયો હોય અથવા ભયાનક કુદરતી આફત આવી હોય.
પોતાના પ્રોજેક્ટ 'આઇ વોઝ હીઅર' માટે તેણે વિશ્વની ડઝનથી પણ વધુ ડાર્ક ટુરિઝમ સાઇટ્સની મુલાકાત લીધી. જે માટે તેણે કમ્બોડિયા, રવાન્ડા, લેબેનોન, લિથુઆનિયા, યુક્રેન અને અમેરિકાનો સમાવેશ થાય છે.
તેણે જે પણ સ્થળની મુલાકાત લીધી તે તમામ જગ્યાઓ કોઇના મોત, હત્યા, કારાવાસ, નરસંહાર, કુદરતી આફત અથવા દુર્ઘટના સાથે સંકળાયેલી હતી. તેણે પોતાના પ્રોજેક્ટની શરૂઆત 2004 ડિસેમ્બરમાં શ્રીલંકાથી કરી. તેમણે ત્સુનામીથી પ્રભાવિત થયેલા વિસ્તારની ફોટોગ્રાફી કરી હતી. બાદમાં કોલંબોથી ગાલે જતી એક ટ્રેનમાં અગાઉ દુર્ઘટનામાં 2000 લોકોએ જીવ ગુમાવ્યો તેની પણ ફોટોગ્રાફરે મુલાકાત લીધી.
બાદમાં 2008માં ફરીથી એ જ ટ્રેનને રિસ્ટોર કરી અને ચાર વર્ષ પહેલા થયેલ દુર્ઘટના થકી પર્યટકોને આકર્ષવાનું શરૂ કરવામાં આવ્યું. ત્યાંથી ફોટોગ્રાફરને પ્રોજેક્ટ શરૂ કરવાની પ્રેરણા મળી.
ફ્રેન્ચ ફોટોગ્રાફરે ક્લિક કરેલ 'ડેથ ટુરિઝમ'ની વધુ તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો