તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગ્રેજો શેકાયાઃ બ્રિટનમાં અમદાવાદ જેવી ગરમી, ટ્રેનો કેન્સલ અને રસ્તા પીગળ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્પેન તરફથી આવેલી હવાને કારણે બ્રિટનનું તાપમાન ખૂબ ઊંચું ગયું છે. કેટલાક ગુજરાતી સ્થાનિકો તેમણે અમદાવાદમાં અનુભવેલી ગરમી સાથે જ લંડનની ગરમીને સરખાવી રહ્યા છે. મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ થવાને કારણે 'મુંબઇની લોકલ ટ્રેન' જેવી ભીડ લંડનની ટ્રેનોમાં જોવા મળે છે. તાપમાન 33 ડિગ્રી પહોંચી ગયું છે. બર્ન્સમાઉથ અને ડોરસેટમાં કેટલીક જગ્યાએ રસ્તા પણ પીગળ્યા હોવાના અહેવાલો છે. ગરમીએ આખા બ્રિટનને શેકી નાંખ્યું છે.
જુલાઇ મહિનાનો ગરમીનો રેકોર્ડ
જુલાઇ મહિનામાં ગરમીનો રેકોર્ડ 36.7 ડિગ્રીનો છે, પરંતુ હાલમાં જે રીતે પારો ઊંચો જઇ રહ્યો છે તે જોતાં કદાચ આ રેકોર્ડ તૂટે તેવા ચાન્સ પણ છે. ઓક્સફર્ડશાયર 33.4 ડિગ્રી, લંડનમાં 33.2 ડિગ્રી અને વેલ્સના પોર્થમાડોગમાં 31.2 ડિગ્રી ગરમી છે.
રેલવેને પણ નડ્યું ઓવરહીટિંગ
ઊંચા તાપમાનને કારણે રેલવેને ઓવરહીટિંગની સમસ્યા નડતાં લંડન અને ઓક્સફર્ડ વચ્ચેની ડાયરેક્ટ ટ્રેન્સ કેન્સલ કરવામાં આવતા પ્લેટફોર્મ પર ભીડ પણ જોવા મળી હતી. જેને કારણે ટ્રેનોમાં ભારે ભીડ પણ જોવા મળી હતી.
સ્પોર્ટ્સ ડે કેન્સલ
ઘણી જગ્યાએ ગરમીથી બાળકોને બચાવવા માટે સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન કેન્સલ રાખવામાં આવ્યું હતું. લોકોને સીધા તડકાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. હેલ્થ ડિપાર્ટમેન્ટે વૃદ્ધ અને બાળકોની કાળજી રાખવાનું સૂચન કર્યું છે.
ગરમીને કારણે યુકેમાં નાના-મોટા 32000 બ્રેકડાઉન નોંધાયા હતા, રાહદારીઓએ 36 ડિગ્રીનો તાપ સહન કરવો પડ્યો હતો. કેટલીક શાળાઓએ સ્ટુડન્ટ્સને બ્લેઝર ન કાઢવાની સૂચના આપી હતી. ગરમીને કારણે મોટી સંખ્યામાં યુવાનો સ્વિમિંગ પૂલ અને બીચ તરફ વળ્યા હતા. ઘણા ગાર્ડન્સમાં પણ ભીડ જોવા મળી હતી.
સ્લાઇડ્સ બદલોને જુઓ ગરમીથી બેહાલ અંગ્રેજોના વધુ ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો