ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ ફોટો બ્રિટિશ બિલેનિયરની એક્સ પાર્ટનર રશિયાની ક્રિસ્ટીના સેસોએવાની છે. ક્રિસ્ટીનાની આ ફોટો નીસમાં ટ્રિપ દરમિયાનની છે, આ સમયે અહીં આતંકી હુમલો થયો હતો. ક્રિસ્ટીનાને હુમલા દરમિયાન લોકોના જીવને બદલે પોતાની ટ્રીપ કેન્સલ થવાનો ડર હતો. હુમલાએ બરબાદ કરી મારી ટ્રીપ....
- ક્રિસ્ટીનાએ કહ્યું કે આતંકી હુમલાએ મારી યોટ ટ્રિપ બગાડી નાખી હતી અને હુમલા પહેલા ફાયરવર્ક કેન્સલ કરવું અયોગ્ય હતુ.
- નીસમાં જ્યાં આતંકી હુમલો થયો ત્યારે ક્રિસ્ટીના યોટ પર ટ્રિપ એન્જોય કરી રહી હતી.
- ક્રિસ્ટીનાએ સોશિયલ મીડિયા પર લખ્યું હું ખૂજ નિરાશ છું કારણ કે હું મારા મિત્રો સાથે ફાયરવર્ક એન્જોય ન કરી શકી.
- અમે રિલેક્સ થયા બાદ ડિનર કરી રહ્યાં હતા. એટલામાં હુમલાના ન્યૂઝ આવ્યા અને અમને પરત જવાનું કહેવામાં આવ્યું.
- ક્રિસ્ટીનાએ કહ્યું કે વાતાવરણ પણ ખરાબ હતુ અને અમે બધા આ સાંબળીને અપસેટ થઈ ગયા હતા.
- સાથે જ ક્રિસ્ટીનાએ પોતે સુરક્ષીત હોવાની વાત પણ શેર કરી હતી.
- આ હોલિડે દરમિયાન તે રિલેક્સ થવાથી લઈને ડિનર સુધીની તમામ એક્ટિવિટીઝ શેર કરતી હતી.
શું કહ્યું પોસ્ટમાં
- ક્રિસ્ટીનાએ સોશિયલ મીડિયા પર પોતાની જ્વેલરીને લઈને ચિંતા વ્યક્ત કરતાં લખ્યું કે હું ચૂસ્ત સુરક્ષા વચ્ચે છું.
- હું મારા ડાયમંડ્સને કારણે પ્રોટેક્શન વગર ક્યાંય જઈ શકીશ નહીં, મને ઓછામાં ઓછા બે બોડીગાર્ડ જોઈએ.
આગળની સ્લાઈડ પર જુઓ કેટલી ગ્લેમરસ છે ક્રિસ્ટીના....