અધર વર્લ્ડ કિંગડમઃ અહીં મહિલાઓ પુરૂષોને માને પ્રાણી, કરાવે ગુલામી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ 21મી સદીમાં કોઈ પણ કોઈની ગુલામી કરવા ના ઈચ્છે. ભારત જેવા દેશમાં સામાન્ય રીતે મહિલાઓને પુરૂષોની ગુલામી કરવી પડતી હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જોકે, દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં મહિલાની ગુલામી પુરૂષો કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં મહિલાઓ પુરૂષોને પોતાની ગુલામી માટે રાખે છે.

આ દેશ 'અધર વર્લ્ડ કિંગડમ' છે. 'વુમન ઓવર મેન' મોટો વાળા આ દેશનું શાસન પણ મહિલાઓના હાથમાં છે. યુરોપીયન રાષ્ટ્ર ચેક રિપબ્લિકમાંથી 1996માં આ દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. દેશની રાણી પેટ્રિસિયા-1 છે. જેનું અહીં રાજ ચાલે છે. જોકે, આ દેશને અન્ય રાષ્ટ્રોએ દરજ્જો નથી આપ્યો. આ દેશની રાજધાની બ્લેક સિટી તરીકે ઓળખાય છે.
ચેક રિપબ્લિક સ્થિત આ દેશને પોતાનો ઝંડો, કરન્સી, પાસપોર્ટ અને પોલીસ ફોર્સ પણ છે. અહીંના મૂળ નાગરિકો માત્ર મહિલાઓ જ છે. આ મહિલાઓ પુરૂષોને અહીં પ્રાણી માત્ર સમજે છે. પુરૂષોને ગુલામથી વધુ કંઈ માનવામાં નથી આવતા. દેશના નિર્માણમાં બે મિલિયન ડોલર(12 કરોડ રૂપિયા)નો ખર્ચો કરાયો હતો.

મહારાણીનું સિંહાસન
આ અનોખા દેશમાં બીજા દેશમાંથી આવતા પુરૂષોએ રાણી માટે સોફા કે કુરસી બનાવવી પડતી હોય છે, જેના પર તે બીરાજમાન થાય છે. અહીંના ગુલામોને જો દારૂ મળે તો તે પહેલા તેની માલકણના પગ પર રેડવામાં આવે છે અને બાદમાં તેને પીવા મળે છે.

મહારાણી પેટ્રિસિયા-1ને દેશના કાયદામાં પરિવર્તન કરવાનો અધિકાર છે. તેણે અહીનું નાગરિકત્વ ઈચ્છનારી મહિલાઓ માટે કેટલાક નિયમો બનાવ્યા છે.
- પોતાની સહમતીથી સંબંધ બાંધવાની ઉંમર સુધી પહોંચી ગઈ હોય.
- મહિલા પાસે ઓછામાં ઓછો એક પુરૂષ નોકર હોવો જોઈએ.
- મહિલા અધર વર્લ્ડ કિંગડમના બધા જ નિયમોનું પાલન કરનારી હોય
- મહિલા ઓછામાં ઓછા પાંચ દિવસ મહારાણીના મહેલમાં વિતાવવા તૈયાર હોય
સુવિધા
ત્રણ હેક્ટર એટલે કે 7.4 એકરની ભૂમિ પર ફેલાયેલા આ દેશમાં કેટલીય ઈમારતો છે. 250 મીટરનો ઓવલ ટ્રેક, નાનું તળાવ અને ઘાસનું મેદાન પણ છે. અહીંનું મુખ્ય ઈમારત મહારાણીનું મહેલ છે. અહીંથી જ દેશનું શાસન ચલાવાય છે. અહીં ટાઉન હોલ, લાઈબ્રેરી, દરબાર, યાતના ગૃહ, સ્કૂલ, જિમ અને કેદીઓને રાખવાની જેલ અને ભોંયરા પણ છે. આ ઉપરાંત દેશમાં સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ અને નાઈટક્લબ પણ છે.

આગળની સ્લાઈડમાં જુઓ... અધર વર્લ્ડ કિંગડમની કેટલીક તસવીરો...