ખતરનાક Pics: આખલાએ મેટાડોરને હવામાં ઉછાળ્યો, શિંગડા ભરાવી દીધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડ્રિડઃ સ્પેનમાં એક બુલફાઈટ દરમિયાન ભારે ભયાનક ઘટના બની. ઘાયલ પાડાએ મેટાડોર (આખલા સાથે લડનાર)ને ભયાનક રીતે ઈજગ્રસ્ત કરી નાખ્યો. આ ઘટનામાં બુલફાઈટર લોરેન્ઝો સાશેઝને ગંભીર ઈજા પહોંચી. આખલાએ લોરેન્ઝોને હવામાં ઉછાળ્યો અને તેના પર હુમલો કરી દીધો.

મેડ્રિડની લાસ વેન્ટાસ બુલરિંગમાં બનેલી આ ઘટનામાં આખલાએ પોતાના શિંગ લોરેન્ઝોનો છાતિ અને પગમાં ભરાવી દીધા. તેને લોહીલુહાણ કરી દીધો. તસવીરોમાં લોરેન્ઝોના ચહેરા પરથી વહી રહેલું લોહી પણ જોઈ શકાય છે.

લોરેન્ઝોને જમીન પર પટકી દીધા બાદ આખલો તેને મારવા માટે ઉતાળવો થયો હતો. મરણિયા પ્રયાસો બાદ લોરેન્ઝો આખલાના શિંગ પોતાના શરીર પરથી હટાવી શક્યો હતો. જોકે, આ દરમિયાન જ બીજા બુલફાઈટર તેની મદદ માટે આવી પહોંચ્યા અને તેને બચાવી લીધો હતો. પણ એટલા સુધીમાં લોરેન્ઝોને ગંભીર ઈજાઓ પહોંચી ચુકી હતી.

આગળની સ્લાઈડમાં જુઓ... આ ખતરનાક બુલફાઈટ કેટલીક તસવીરો
અન્ય સમાચારો પણ છે...