ભારતમાં હિટલરના નામે વેચાતી આઈસક્રિમથી જર્મનીને ‘ગરમ’, થયો વિરોધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતમાં વેચાઈ રહેલી એક આઈસક્રીમ બ્રાન્ડે જર્મનીમાં કાગારોળ મચાવ્યો છે. ભારતમાં હિટલરના નામે આઈસક્રિમ કોન વેચાઈ રહ્યો છે. જેને લીધી ઈતિહાસમાં હિટલરના ઝૂલમથી ત્રસ્ત જર્મનીમાં વિરોધ થઈ રહ્યો છે.

ભારતમાં મળી રહેલી હિટલર આઈસક્રિમમાં પેકેજીંગમાં લાખો લોકોનો હત્યારો આઈસક્રિમના કોન પર જોતો જોઈ શકાય છે. અન્ય કેટલાક પેકેજિંગમાં હિટલરનું કાર્ટુન સ્વસ્તિક આકારની ટોપ હેટ પહેરેલો જોવા મળી રહ્યો છે.

બ્રિટિશ ટેબ્લોઈડ ‘ડેઈલી મેઈલ’ના રિપોર્ટ અનુસાર જર્મનીમાં હિટલરે ચલાવેલા હોલોકોસ્ટ અંગેની જાણકારીના અભાવને અંગે ભારતીય ઉપખંડમાં નાઝી લિડર હિટલર અંગે બહુ જ ઓછા લોકો જાણતા હશે. એટલું જ નહીં, ઉપખંડમાં હિટલર થિમના પબ્લ અને રેસ્ટોરન્ટ્સ પણ ખુલી રહ્યાં છે. જેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

બીજી બાજુ, જર્મની હિટલરના ખુની વારસાનો ભાર હજુ પણ વેઠી રહ્યું છે. જેને લીધે દુનિયામાં ક્યાંય પણ હિટલરને લઈને કોઈ વસ્તુ કરવામાં આવે તો સીધુ જ જર્મનીનું ધ્યાન ખેંચાય. બર્લિનના એક શખ્સે જણાવ્યું કે ‘એક બાજુ સ્વાદ છે અને બીજી બાજુ આસ્વાદ છે. ભારતના લોકોને હિટલરે આચરેલા ભયાનક ગુનાઓ અંગે જાણકારી મળવી જોઈએ.’

જર્મન ન્યૂઝ પેપર Bild labelledએ આ આઈસક્રિમ કોનને ‘ભયાનક પબ્લિસિટી સ્ટન્ટ’ ગણાવ્યો છે. જ્યારે કેટલાય ટ્વિટર યુઝર્સે આ આઈસક્રિમને ‘ટેસ્ટલેસ’ ગણાવી છે.