ઓસ્ટ્રેલિયાઃ 240 કિમી/કલાકની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું, 60000 ઘરોમાં વીજળી ઠપ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં એક શક્તિશાળી વાવાઝોડું ડેબી ત્રાટક્યું છે. ડેબી વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે, તેને કારણે 240 કિમી પ્રતિ કલાક કરતા પણ વધુ ઝડપે પવન ફૂંકાયો હતો. 
 
આ વાવાઝોડાં સાથે ગાંડો વરસાદ પણ ત્રાટક્યો હતો. અહીં માત્ર 48 કલાકમાં છ મહિના જેટલો વરસાદ ખાબક્યો હતો. ડેબીને કારણે ક્વીન્સલેન્ડમાં ભૂસ્ખલનની પણ ઘટના બની હતી. જેને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી અને ટેલિફોન કનેક્શન કટ થઇ જતાં રાહત અને બચાવ કાર્યોમાં ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
ગાંડા વરસાદ અને શક્તિશાળી વાવાઝોડાંને કારણે લગભગ 60000 જેટલા ઘરોમાં વીજળી ડુલ થઇ ગઇ છે. કેટલાય લોકોની પ્રોપર્ટીને ભારે નુકસાન પહોંચ્યું છે. રેસ્ક્યૂ ટીમે લગભગ 25000 લોકોને તેમના ઘરેથી હટાવીને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. વાવાઝોડાં એક જર્મન ટૂરિસ્ટનું મોત થયું છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ ક્વીન્સલેન્ડમાં ડેબીએ મચાવેલી તબાહીના ફોટોગ્રાફ્સ 
અન્ય સમાચારો પણ છે...