તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AUS: 3 વર્ષની દીકરીની સુંદરતાની આવી ઇર્ષા, બાપે પેટ્રોલ નાંખી સળગાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારત કરતાં એડવાન્સ ગણાતા ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં જબરદસ્ત શોકિંગ ઘટના બની, જ્યાં એક માથા ફરેલ પિતાએ જ પોતાની ત્રણ વર્ષની દીકરીને જીવતી સળગાવી દીધી. કારણ એટલું જ કે પિતાને તેની બાળકીની સુંદરતાની ઇર્ષા આવતી હતી. નફરતની એવી હદ હતી કે તેણે દીકરી પર પેટ્રોલ રેડીને આગ ચાંપી દીધી. પડોશીઓની સતર્કતાને કારણે બાળકીનો જીવ તો બચી ગયો પણ તેની સારવાર લગભગ એક વર્ષ ચાલી. સમગ્ર ઘટનામાં માસૂમનો ચહેરો ખરાબ થઇ ગયો. 
 
દીકરી સળગી રહી હતી ત્યારે કિચનમાં બીયર પિતો હતો પિતા
 
- આ મામલો 2015નો છે, જેની ગત સોમવારે 20 માર્ચે કોર્ટમાં સુનવણી થઇ. 
- પોલીસે 43 વર્ષના આરોપી એડવર્ટ હરબર્ટ વિરુદ્ધ તમામ પૂરાવા કોર્ટમાં રજૂ કર્યા. 
- પોલીસ રિપોર્ટ્સ અનુસાર, પર્થમાં રહેનારો એડવર્ટ હરબર્ટ નશેડી હતો. 
- એડવર્ડને બે દીકરીઓ છે. ઘટના સમયે દીકરીઓની ઉંમર 3 અને 7 વર્ષ હતી. 
- એડવર્ડ ત્રણ વર્ષની દીકરીની સુંદરતાથી ખૂબ ચિડાતો હતો. આથે તે એને પીટતો પણ હતો. 
- હરબર્ટ દીકરીથી એટલો ચિડાતો હતો કે તેણે 4 ઓગસ્ટ, 2015ના રોજ દીકરી પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. મોટી દીકરી પણ દાઝી હતી.
- દીકરીઓની ચીસો સાંભળીને મા બહાર દોડી અને પડોશીઓની મદદ માંગી.
- જ્યારે પડોશી ઘરમાં દાખલ થયા ત્યારે જોયું કે બાળકી સળગી રહી હતી અને હરબર્ટ
કિચનમાં ઊભો ઊભો બીયર પી રહ્યો હતો. 
- હવે બંને દીકરીઓ ચાઇલ્ડ હોમમાં રહે છે. ઘણા લોકોએ બંને દીકરીઓને એડોપ્ટ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. 
 
એક પડોશીને કહ્યું હતું કારણ

- ઘટના પછી હરબર્ટે પોલીસ સમક્ષ પોતાને નિર્દોષ ગણાવ્યો.
- હરબર્ટે ત્યાં સુધી કહ્યું કે, તે નશામાં હતો અને તેને ખબર ન પડી કે દીકરી કેવી રીતે દાઝી. 
- ઘટનાની તપાસ ચાલી રહી હતી. ત્યારે હરબર્ટે જાતે જ એક પડોશીને કહ્યું કે, તે દીકરીની સુંદરતાથી ચીડાતો હતો. 
- આથી જ તેણે પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન હરબર્ટે ડ્રગ્સ પણ લીધું હતું. 
જજે સામે રડી પડી પોલીસ ઓફિસર
- સમગ્ર કેસની તપાસ પોલીસ ઓફિસર સ્ટેફની બોચોર્સ્કી કરી રહી હતી. 
- સ્ટેફનીએ હરબર્ટ વિરુદ્ધ તમામ પૂરાવા એકત્ર કર્યા ને કોર્ટમાં હાજર થઇ હતી. 
- સ્ટેફનીએ જેવી જજ લિંડી જેનકિંસ સમક્ષ ઘટના અંગે જણાવવાનું શરૂ કર્યું તો તે રડી પડી. સ્ટેફની લાંબા સમય સુધી રોતી રહી હતી. 

સ્લાઇડ્સ બદલોને જુઓ અન્ય ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો