નવ વર્ષના છોકરાને એવું પાટીયું માર્યું કે માથામાં પેસી ગઇ ખિલ્લી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુકેમાં એક નવ વર્ષના બાળક સાથે બદમાશોની ગેંગે ક્રૂર મજાક કરી છે. રોમિયો સ્મિથ પોતાની દાદીને મળીને ઘરે જઇ રહ્યો હતો ત્યારે એક બદમાશોની ગેંગે તેનો એપ્રોચ કર્યો. મેન્સફિલ્ડમાં રહેતો રોમિયાની સામે ગેંગ લાકડીઓ હલાવી રહી હતી અને તેની ગંદા નામે બોલાવી રહી હતી. હેરાનગતિથી બચવા માટે રોમિયો ઝાડ પર ચડીને ભાગવાનો ટ્રાય કરે છે. 

- તેની મા નતાશા નર્સ છે. દાદીના ઘરેથી નતાશા પોતાના ચારેય બાળકો સાથે નીકળી હતી. 
- 30 વર્ષની નતાશાએ કહ્યું કે, રોમિયો ઓટીઝમ કિડ છે. આથી ઘણીવાર અમે ચાલતા હોઇએ તો તે પાછળ રહી જતો હોય છે. પરંતુ જેવી તેના પતિ ક્રેઇગને ખબર પડી કે, રોમિયો પાછળ દેખાતો જ નથી. 
- આથી તરત જ ક્રેઇગ તેને શોધવા ભાગ્યો. 
- ક્રેઇગને એક ઝાડ પર રોમિયો દેખાય છે. તેની પાછળ બે જેટલાં બદમાશ લાકડી લઇને દોડી રહ્યા હોય છે. 
- પિતાને જોઇને રોમિયો નીચે ઉતરે છે. એક બદમાશ ભાગી જાય છે, પરંતુ બીજો બદમાશ તેના તરફ લાકડાંનો ટુકડો ફેંકે છે. આ ટુકડો સીધો રોમિયોને માથે વાગે છે.
- ટુકડામાં લાગેલી ખિલ્લી રોમિયોના માથામાં પાછળના ભાગમાં ફસાઇ જાય છે. 
- ખિલ્લી એક ઇંચ જેટલી રોમિયાના માથામાં ફસાઇ જાય છે. 
સ્લાઇડ્સ બદલોને જુઓ નવ વર્ષના છોકરાને બદમાશોની ગેંગે કેવી રીતે પરેશાન કર્યો તેના ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...