અમેરિકામાં આતંકી હુમલાને 17 વર્ષ: વર્લ્ડ ટ્રેડ સેન્ટર સબ-વે સ્ટેશન ફરી ખૂલ્યું

9/11 ના આતંકી હુમલા બાદ બંને ટિ્વન ટાવરોનું માળખું આ સ્ટેશન પર જ પડ્યું હતું

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 11:56 AM
9-11 attack world trade center Subway Station Reopen after 17th year

ન્યૂયોર્ક: અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા દુનિયાના સૌથી મોટા આતંકી હુમલાને આજે મંગળવારે 17 વર્ષ પૂરાં થયાં. આ અવસરે ન્યુયોર્ક સિટીના એક સબ-વે રેલવે સ્ટેશનને ફરી ખુલ્લું મુકાયું હતું. 11 સપ્ટેમ્બર 2001ના રોજ જ્યારે ન્યુયોર્ક સ્થિત ટિ્વન ટાવર્સને નિશાન બનાવાયાં ત્યારે આ સ્ટેશન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. ફરીવાર સ્થાપિત થયેલા આ સ્ટેશનનું નામ કોર્ટલેન્ડેટ સ્ટોપ રખાયું છે. આ નામ એટલા માટે આપ્યું છે કે કેમ કે આ જ શેરીમાં ટિ્વન ટાવર્સ આવેલાં હતાં. 17 વર્ષ બાદ આ સ્ટેશન પર યાત્રી આવ્યા અને પ્રથમ ટ્રેન પસાર થઈ.

દીવાલો પર હુમલાની યાદો
સ્ટેશનને બનાવવાની સાથે દીવાલો પર હુમલાના પીડાદાયક પાસાં દર્શાવતું ચિત્રકામ કરાયું. માર્બલને કોતરીને 9/11 હુમલો આતંકીઓએ કેવી રીતે કર્યો તે દર્શાવાયું છે. આઝાદીની જાહેરાત અને 1948માં યુએનની માનવાધિકારની જાહેરાતનો ઉલ્લેખ છે.


1200 ફૂટનો ટ્રેક નષ્ટ થયો હતો, કાટમાળ હટાવવામાં 14 વર્ષ લાગ્યાં
આ સ્ટેશનના નિર્માણમાં લાંબો સમય લાગ્યો કેમ કે કાટમાળ સાફ કરી શકાયો ન હતો. ટિ્વન ટાવર્સ પડતાં સ્ટેશનની છત નષ્ટ થઈ ગઈ હતી. 1200 ફૂટ ટ્રેક પણ બંને તરફથી નષ્ટ થઈ ગયો હતો.

9-11 attack world trade center Subway Station Reopen after 17th year

સબ-વેને ફરીવાર બનાવવામાં 3 વર્ષ લાગ્યાં, 1300 કરોડ રૂપિયા ખર્ચાયા 
આ સ્ટેશનને ફરીવાર બનાવવામાં 1300 કરોડ રૂ. ખર્ચાયા હતા. 3 વર્ષમાં તૈયાર થયું છે. અમેરિકા પર આતંકી હુમલો 2001માં અલ કાયદાના આતંકીઓએ કર્યો હતો. ત્યારે બે વિમાન હાઈજેક કરી ટિ્વન ટાવરથી અથડાવાયાં હતાં. 

9-11 attack world trade center Subway Station Reopen after 17th year

9/11માં 2,753 લોકો માર્યા ગયા, 1111ની ઓળખ ન થઈ શકી 
9/11 હુમલાનાં 17 વર્ષ બાદ પણ ઓળખની પ્રક્રિયા ચાલુ છે. ટિ્વન ટાવર્સના કાટમાળમાંથી માનવ અવશેષોના 22 હજાર ટુકડા મળ્યા હતા. લગભગ બધાની તપાસ થઈ ચૂકી છે, અનેકની તો 10થી 15 વાર પણ. હુમલામાં કુલ 2,753 લોકો મૃત્યુ પામ્યા જેમાં ફક્ત 1,642 લોકોની ઓળખ થઇ. હજુ પણ 1,111 લોકો એવા છે જેમની ઓળખ થવાની બાકી છે. તેમાંથી અનેક એવા છે જેમની ઓળખ કરવા માટે કોઈ પરિજન હાજર નથી. તેના બાદ પણ તંત્ર આ કામને બંધ કરવા માગતું નથી. અવશેષોની ઓળખની જવાબદારી અમેરિકાની સૌથી કુશળ અને આધુનિક લેબ ડિઝાયર પાસે છે. લેબે પીડિતોની યાદીમાં ગત જુલાઇમાં સ્કોટ માઈકલ જોન્સનનું નામ ઉમેર્યુ હતું. 26 વર્ષના ફાઈનાન્શિયલ એનાલિસ્ટ સ્કોટ હુમલાના સમયે સાઉથ ટાવરના 89મા માળે હતા. 

X
9-11 attack world trade center Subway Station Reopen after 17th year
9-11 attack world trade center Subway Station Reopen after 17th year
9-11 attack world trade center Subway Station Reopen after 17th year
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App