તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મળો યુસુફ સલીમને, પાકિસ્તાનના સૌપ્રથમ દિવ્યાંગ જજ બની દુનિયાભરમાં છવાયા | Yousaf Saleem Appointed As The First Blind Judge Of Pakista

મળો યુસુફ સલીમને, પાકિસ્તાનના સૌપ્રથમ દિવ્યાંગ જજ બની દુનિયાભરમાં છવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોરમાં પહેલીવાર એક દ્રષ્ટિહીન વકીલને ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે. જિયો ટીવી મુજબ યુસૂફ સલીમને ટોપર થવા અને દિવાની ન્યાયાધીશની પદવી આપવા છતાં ન્યાયાધીશ બનવાની મનાઈ કરી દેવામાં આવી હતી. જોકે  પાકિસ્તાનના પ્રધાન ન્યાયાધીશ સાદિક નિસાર ખાન દ્વારા આ મામલે હસ્તક્ષેપ કર્યા બાદ તેમને નયાયાધીશ બનાવાયા હતા.


300 ઉમેદવારોમાં ટોપ 21માં રહ્યા
- પંજાબ સરકારના એક વિભાગમાં સલીમ સહાયક નિર્દેશક તરીકે કામ કરી રહ્યાં હતા અને દિવાની ન્યાયાધીશના પદ માટે લેખિત પરીક્ષામાં સામેલ 300 ઉમેદવારોમાં ટોપ 21માં રહ્યાં હતા. 

 

- 12 મેએ સલીમને લાહોર કોર્ટ તરફથી દિવાની ન્યાયાધીશ - મેજિસ્ટ્રેટ માટે નિયુક્તિ સંબંધિત પત્ર મળ્યો હતો. 

 

- સલીમના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સલીમ જન્મથી જ દ્રષ્ટિહીન છે. 

 

- તેમની એક બહેન સાયમા સલીમ પણ સિવિલ સેવા પરીક્ષા પાસ કરનારી પહેલી દ્રષ્ટિહીન મહિલા હતી. તે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કામ કરી રહી છે.

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું