12 કલાકમાં જ સપનાનું ઘર બનાવી દે છે આ કંપની, આટલો થાય છે ખર્ચ

650 ચો ફૂટનું મકાન સિમેન્ટથી માત્ર 12-24 કલાકમાં તૈયાર કરી આપે છે

divyabhaskar.com | Updated - Mar 13, 2018, 11:50 AM
You can now make house in under 12 or 24 hour

નેશનલ ડેસ્કઃ સામાન્ય રીતે આપણે ગમે એવું ઘર બનાવીએ 2-3 મહિના તો થઈ જ જાય. પરંતુ જો તમારું ઘર માત્ર 12 કલાકમાં બનીને તૈયાર થઈ જાય તો કેવું રહેશે. આજે અમે એક એવી કંપની વિશે જણાવી રહ્યા છીએ જે માત્ર 12-24 કલાકમાં તમારા સપનાનું ઘર બનાવી આપશે.

એક કંપનીએ 12-24 કલાકની અંદર ઘર તૈયાર કરવાના સપનાને હકીકત બનાવી દીધું છે. આ કંપની ઘર બનાવવા માટે એક ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ ટેક્નોલોજી છે ઓછી ખર્ચાળ 3ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજી. કંપનીની આ રીતથી દુનિયાભરમાં ઘર બનાવવા સાથે જોડાયેલા બજારમાં મહત્વના ફેરફાર જોવા મળી શકે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

You can now make house in under 12 or 24 hour

આ કંપનીનું નામ ICON છે અને એક સ્ટાર્ટઅપ છે. આ કંપની 650 ચો ફૂટનું મકાન સિમેન્ટથી માત્ર 12-24 કલાકમાં તૈયાર કરી આપે છે.

You can now make house in under 12 or 24 hour

કંપની આ ટેક્નોલોજીમાં પ્લાસ્ટિકથી નહી, પરંતુ સિમેન્ટથી ઘર બનાવી આપે છે. તેની ટેક્નોલોજી ઘણી પોપ્યુલર થઈ રહી છે.

You can now make house in under 12 or 24 hour

કંપનીને નવા મકાનનું માળખું તૈયાર કરવામાં અમુક કલાકો જ લાગે છે. કંપની ઘર તૈયાર કરવા માટે લો-કોસ્ટ 3ડી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

You can now make house in under 12 or 24 hour

કંપની ઘર તૈયાર કરવા માટે Vulcan પ્રિન્ટરનો ઉપયોગ કરી રહી છે. કંપની જે ઘર બનાવે છે, તેમાં એક લિવિંગ રૂમ, બેડરૂમ, બાથરૂમ અને એક પોર્ચ હોય છે.

You can now make house in under 12 or 24 hour

હાલ 650 ચો ફૂટનું એક માળના મકાન બનાવવા માટે લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. કંપની ભવિષ્યમાં આ ચાર્જ ઘટાડીને 2.5 લાખ રૂપિયા જેટલો કરવા માંગે છે.

You can now make house in under 12 or 24 hour

કંપનીનું કહેવું છે કે, આ ટેક્નોલોજીથી મટીરિયલ વેસ્ટ પણ નહી થાય અને લેબર કોસ્ટ પણ ઓછો રહેશે. આ પ્રોજેક્ટ હેળશ ICON એ નોન-પ્રોફિટ કંપની ન્યૂસ્ટોરી સાથે ભાગીદારી કરી છે

X
You can now make house in under 12 or 24 hour
You can now make house in under 12 or 24 hour
You can now make house in under 12 or 24 hour
You can now make house in under 12 or 24 hour
You can now make house in under 12 or 24 hour
You can now make house in under 12 or 24 hour
You can now make house in under 12 or 24 hour
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App