જાપાનના મસાઓ અને મિયાકો વિશ્વનું સૌથી વયસ્ક પરિણીત યુગલ, બન્નેની કુલ ઉંમર 208 વર્ષ

મસાઓ 108 જ્યારે મિયાકો 100 વર્ષનાં છે, અગાઉ નોર્વેના દંપતીના નામે આ ખિતાબ હતો

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:57 PM
Worlds oldest living couple reveal the secret to their 80 YEAR marriage

ઇન્ટરનેશનલ ડેસ્ક: જાપાનના મસાઓ માતસુમોતો અને તેમના પત્ની મિયાકો વિશ્વનું સૌથી વયસ્ક પરિણીત યુગલ બની ગયા છે. 108 વર્ષના મસાઓ અને 100 વર્ષની મિયાકોના લગ્ન ઓક્ટોબર, 1937માં થયા હતા. મિયાકો પોતાના સંયમને 80 વર્ષના સુખમય લગ્નજીવનનું રહસ્ય ગણાવે છે. ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સે આ યુગલને સૌથી વયસ્ક પરિણીત યુગલનો ખિતાબ આપ્યો. તેમના લગ્ન થયા તે અરસામાં આમ થવું શક્ય જણાતું નહોતું. કારણ હતું વર્લ્ડ વૉર, કેમ કે મસાઓ સૈન્યમાં હોવાના કારણે તેમને યુદ્ધ લડવા મોકલી દેવાયા. જોકે, આ યુદ્ધે બન્નેને એક થવા આડે કોઇ અડચણ ઊભી ન કરી, કેમ કે ત્યારે તેમના લગ્ન થઇ ચૂક્યા હતા.

* 80 વર્ષના સુખમય લગ્નજીવનનું રહસ્ય મારો સંયમ છે:
- મસાઓના પત્ની મિયાકો કહે છે કે વિશ્વના સૌથી વયસ્ક પરિણીત યુગલનો વર્લ્ડ રેકોર્ડ સર્જીને હું ખૂબ ખુશ છું. સાચું કહું તો મારા સંયમના કારણે જ આ શક્ય બન્યું છે. અમારો પરિવાર પણ વિસ્તરી રહ્યો છે. ગયા મહિને જ અમારા 25મા પ્રપૌત્રનો જન્મ થયો. હું એટલી બધી ખુશ છું કે આંખોમાંથી હરખનાં આંસું નીકળવાનું બંધ જ નથી થતાં. તેમની પુત્રી હિરોમી પણ તેના માતા-પિતાએ વર્લ્ડ રેકોર્ડ સર્જતાં ખૂબ ઉત્સાહિત છે.
- તેણે જણાવ્યું કે- બન્ને જિંદગીના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યા છે. તેમના માટે વર્લ્ડ રેકોર્ડ સર્જવો કોઇ પણ સન્માનથી વધુ છે. હું ઇચ્છું છું કે બન્નેની શાંતિપૂર્ણ, ખુશહાલ જિંદગી આમ જ ચાલતી રહે. નોંધનીય છે કે જાપાન વિશ્વમાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય ધરાવતા દેશોમાં બીજા ક્રમે છે. ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ જાપાનના લોકોનું સરેરાશ આયુષ્ય 84 વર્ષ છે, જે હોંગકોંગથી થોડુંક જ ઓછું છે.
- મસાઓ અને મિયાકો પહેલા વિશ્વના સૌથી વયસ્ક પરિણીત યુગલનો વર્લ્ડ રેકોર્ડ નોર્વેના કાર્લ અને ગ્યૂરડેન ડોલ્વેનના નામે હતો. 2004માં ગ્યૂરડેનનું મોત થયું ત્યારે કપલની સંયુક્ત ઉંમર 210 વર્ષ, 1 મહિનો અને 34 દિવસ હતી. ત્યાર બાદ છેક હવે આ ખિતાબ મસાઓ અને મિયાકોના નામે થયો છે.

X
Worlds oldest living couple reveal the secret to their 80 YEAR marriage
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App