આ નદીમાં સ્નાન કરવાથી ઓગળી જવાય છે જીવતા, આશ્ચર્યજનક છે આ 5 જગ્યા

ક્યાંક નદીનું પાણી એટલું ગરમ કે કોઈ પડે તો જીવતો ઓગળી જાય તો ક્યાંક એવું પાણી કે જે સામાન પર પડે તો પથ્થર બની જાય

divyabhaskar.com | Updated - Feb 03, 2018, 11:37 AM
worlds Most Unbelievable Places That Really Exist

ઈન્ટરનેશલ ડેસ્કઃ નેચરલ વર્લ્ડની અજાયબીનું નામ લેતા જ સહુ કોઈના મગજમાં ગ્રાન્ડ કેન્યોન અને વિક્ટોરિયા ફોલ્સ જેવા નામ આવી જાય છે. આ જગ્યા લોકોને ઈમ્પ્રેસ પણ કરે છે. આ સિવાય દુનિયામાં એવી જગ્યા છે જ્યાં તમને આશ્ચર્યમાં મૂકી દે છે. આ જગ્યાઓ વિશે જાણીને પણ વિશ્વાસ કરવો મૂશ્કેલ છે. ક્યાંક નદીનું પાણી એટલું ગરમ છે કે કોઈ પડી જાય તો જીવતો ઓગળી જાય તો ક્યાંક એવું પાણી છે કે જે સામાન પર પડે તો પથ્થર બની જાય. અહીંયા અમે એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ.

91 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ છે આ નદીનું પાણી

શનય-તિમ્પિશ્કા નદી, એમેઝોન

એમેઝોનના જંગલો વચ્ચે અંદાજે 4 માઈલ અંદર આવેલી આ નદી જે કદાચ જ આ ધરતી પર બીજી કોઈ નદી હશે. શનય-તિમ્પિશ્કા નદીનું પાણી એટલું ગરમ છે કે, જો તેમાં કોઈ જનાવર પડી જાય તો જીવતું ઓગળી જાય. આ નદીનું પાણી 91 ડિગ્રી સેલ્સિયસ ગરમ છે અને વૈજ્ઞાનિકો પણ તેનું કારણ શોધી શક્યા નથી. સામાન્ય રીતે જ્વાળામુખીના કારણે આસપાસની નદીઓનું પાણી ગરમ થાય છે, પરંતુ આ નદી તો જ્વાળામુખી થી 700 કિમી દૂર છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો વિશ્વભરમાં આવેલી આવી જ અનોખી જગ્યાઓ વિશે...

worlds Most Unbelievable Places That Really Exist

ગુફાનું વાતાવરણ સલ્ફરથી ઘેરાયેલી છે
મોલેવ કેવ, રોમાનિયા


રોમાનિયાની આ ગુફામાં 55 વર્ષથી પ્રકાશનું એક કિરણ પહોંચ્યું નથી. આ ગુફાનું વાતાવરણ ધરતીથી એકદમ અલગ છે. અહીંયા ઘણી ટનલો પાર કરીને જ્યારે ચેમ્બરમાં દાખલ થઈ છીએ, તો અહીંયા સુગંધિત તળાવ જોવા મળે છે, જેનું પાણી સલ્ફર યુક્ત છે. ગુફાની હવા ટોક્સિક છે અને એ સંપૂર્ણ રીતે હાઈડ્રોજન સ્લાફાઈડથી ભરેલી છે, જેમાં કાર્બન ડાયઓક્સાઈડનું લેવલ બહુ વધારે હોય છે. રિસર્ચર્સને આ ગુફામાંથી 33 પ્રજાતિઓ મળી છે, જે આ ગુફાની બહાર જીવંત રહી શકતી નથી.

worlds Most Unbelievable Places That Really Exist

વસંતઋતુમાં પાણીમાં ડૂબી જાય છે આ પાર્ક
ગ્રુનર સી, ઓસ્ટ્રિયા


ઓસ્ટ્રિયાના આ પાર્કમાં જો તમને જોગિંગ કરવું હોય તો પાનખર ઋતુમાં જ આવવું પડશે. વસંતઋતુમાં આવતા જ આ જગ્યાનો નજારો બદલાઈ જાય છે. આ આખો પાર્ક પાણીમાં ડૂબી જાય છે. આ પાર્ક હોચસ્વાબ પહાડની પાસે છે, જે શિયાળામાં બરફથી ઢંકાઈ જાય છે. જ્યારે આ બરફ પીગળે છે તો પાર્કમાં રહેલા લેકનો આકાર બે ગણો મોટો થઈ જાય છે અને પાર્કને પણ ડૂબાડી દે છે. બેન્ચથી માંડીને બ્રિજ સુધી બધુ પાણીમાં ગરકાવ થઈ જાય છે.

worlds Most Unbelievable Places That Really Exist

રોજ રાત્રે 10 કલાક થાય છે વીજળી
મારકાબ, વેનેઝુએલા


વેનેઝુએલામાં કાટાટુંબા નદી પર રાત્રે વીજળી થવાની બંધ નથી થતી. રોજે રાત્રે 7 વાગ્યાથી આખી રાત પાણી પર લગભઘ 10 કલાક સુધી વીજળી થાય છે. વર્ષમાં 260 રાતમાં તો અહીંનો નજારો એવો જ રહે છે. જો કે, તેની પાછળ કારણ સ્પષ્ટ નથી. 2010માં પહેલીવાર એવું બન્યું હતું કે, જ્યારે વીજળીનો ગડગડાટ બંધ થઈ ગયો અને લગભગ 6 અઠવાડિયા બાદ ફરીથી શરૂ થયો.

worlds Most Unbelievable Places That Really Exist

પાણી પડતા જ સામાન બની જાય છે પથ્થર
નારેસબોરો, ઉત્તર યોર્કશાયર, ઈંગ્લેન્ડ


અહીંયા એક પહાડ પરથી પાણી નીકળે છે, તે એવું છે કે તેની નીચે જે પણ સામાન આવી જાય તે પથ્થર બની જાય છે. જો કે, આ પ્રક્રિયામાં ત્રણથી પાંચ મહિનાનો સમય લાગી જાય છે. પાણીની નીચે જો અહીંયા કોઈ પણ સામાન છોડવામાં આવે, તો પરત ફરતા તે પથ્થરમાં પરિવર્તિત થયેલો જોવા મળશે. લોકોએ અહીંયા અજમાવી પણ જોયું છે. પહેલા તેની પાછળ લોકો ખરાબ આત્માઓને માનતા હતા. જો કે, વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, પાણીમાં મિનરલ્સની માત્રા બહુ વધારે હોવાના કારણે આમ થઈ રહ્યું છે.

X
worlds Most Unbelievable Places That Really Exist
worlds Most Unbelievable Places That Really Exist
worlds Most Unbelievable Places That Really Exist
worlds Most Unbelievable Places That Really Exist
worlds Most Unbelievable Places That Really Exist
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App