દુનિયાની સૌથી અનોખી જેલ: તમામ ગાર્ડ હથિયારો વિના, કેદીઓને જેલની બહાર જવાની છૂટ

જેલમાં ત્રણ સ્તરની સુરક્ષા લેયર પણ છે. જેલના બધા કેદીઓને એક ક્ષેત્રમાં નિયંત્રિત કરી શકાશે

divyabhaskar.com | Updated - Mar 19, 2018, 06:22 PM
Worlds most interesting jail with guards having no gun
ઇન્ટરનેશનલ ડેસ્ક: તસવીર ગ્રીનલેન્ડની રાજધાની નુકમાં બની રહેલ દુનિયાની સૌથી આધુનિક અને ઓપન જેલ એન અન્સ્ટેલટની છે. જે બનીને તૈયાર થઈ ચૂકી છે. 2019થી અહીં કેદીઓને રાખવાની શરૂઆત થઈ જશે. 86,000 ચો.ફૂટમાં બનેલ આ ઈમારતમાં 76 સેલ છે. તેમાં 40 બંધ અને 36 ખૂલ્લાં સેલ છે. બંધ સેલ ઘાતક પ્રકારના કેદીઓ માટે છે.

Worlds most interesting jail with guards having no gun

એકવારમાં અહીં 400થી વધુ કેદીઓ રાખી શકાશે. ખાસ વાત એ છે કે અહીં કેદીઓને સુધારવાની તમામ તક અપાશે. એટલું જ નહીં કેટલાક ખાસ કેદી દિવસમાં શહેર જઈને કામ પણ કરી શકશે. પૈસા કમાવી શકશે અને સાંજ સુધી તેમને સેલમાં પાછા ફરવું પડશે. કોન્સેપ્ટ એ છે કે કેદીઓને સુધરવા સજા નહીં પોઝિટિવ વાતાવરણ મળે. 

Worlds most interesting jail with guards having no gun

ગ્રીનલેન્ડ: જ્યાં ગાર્ડ હથિયારો વિના કેદીઓ ઉપર નજર રાખશે, કેદીઓને જેલની બહાર જવાની પરવાનગી મળશે 

જેલમાં સ્કૂલ, લાઈબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ચર્ચ પણ બનાવાયા છે. ગ્રીનલેન્ડ યુરોપિય-એટલાન્ટિક ક્ષેત્રમાં છે. અહીં અન્ય દેશોની તુલનાએ કેદી દર વધારે છે. તેનું કારણ 1950ના દાયકામાં ગામથી શહેરો તરફ લોકોની હિજરત વધવાને મનાય છે. આ જ ઉથલ-પાથલ અને સામાજિક મુદ્દાને કારણે આ ક્ષેત્રમાં આ ગુના વધ્યા છે. 

Worlds most interesting jail with guards having no gun

આ જેલ આર્કિટેક્ટ થોમસ રુસે ડિજાઈન કરી છે. તેની ચારે બાજી ઊભેલી કાંચની દીવાલોથી કેદી બહારનું દૃશ્ય જોઈ શકશે. જેલમાં ત્રણ સ્તરની સુરક્ષા લેયર પણ છે. જેલના બધા કેદીઓને એક ક્ષેત્રમાં નિયંત્રિત કરી શકાશે. જરૂર પડતાં તેમને છૂટા પણ પાડી શકાશે અહીં તહેનાત ગાર્ડને હથિયારો રાખવાની જરૂર નહીં પડે. 

X
Worlds most interesting jail with guards having no gun
Worlds most interesting jail with guards having no gun
Worlds most interesting jail with guards having no gun
Worlds most interesting jail with guards having no gun
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App