લંડનઃ દરિયામાં બન્યું દુનિયાનું સૌથી મોટું વિંડ ફાર્મ, 5.90 લાખ ઘરને મળશે વિજળી

worlds largest wind farm built in the sea will provide electricity to house in London
worlds largest wind farm built in the sea will provide electricity to house in London
worlds largest wind farm built in the sea will provide electricity to house in London

divyabhaskar.com

Sep 07, 2018, 05:23 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈંગ્લેન્ડના ઉતર-પશ્ચિમ કિનારે આયરિશ સાગરમાં દુનિયાનું સૌથી મોટું વિંડ ફાર્મ બનાવાયું છે. ગુરુવારથી આ પ્લાન્ટને સત્તાવાર રીતે ખોલી દેવામાં આવ્યું છે અને વીજળી ઉત્પાદનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ વિંડ ફાર્મની ક્ષમચા 659 મેગાવોટ છે, જેનાથી 5.90 લાખ ઘરને પૂરતી વિજળી મળી શકશે. આ પ્રોજેક્ટનું સંચાલન કરતી ડેનિશ ઉર્જા કંપની ઓર્સટેડના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ 145 સ્ક્વેર કિલોમીટર એરિયામાં પથરાયેલો છે, જે ફૂટબોલના અંદાજે 20 હજાર મેદાન બરાબર છે. કંપની પ્રમાણે, વિંડ ફાર્મમાં ટર્બાઈન લાગેલું છે, જે બ્રિટનની સંસદમાં લાગેલા મોટી ઘંટથી બેગણી ઊંચાઈના છે.

રોજગારની તક આપશે આ પ્રોજેક્ટ

યુકેના વેપાર, ઉર્જા અને ઔદ્યોગિક રણનીતિ વિભાગના પ્રવક્તાનો દાવો છે કે, વિજળી ઉત્પાદન મામલે પણ આ દુનિયાનું સૌથી મોટું વિંડ ફાર્મ છે. ઉર્જા તેમજ વિકાસ મંત્રી ક્લેયર પેરીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગનું બેસ્ટ ઉદાહરણ છે, જેનાથી હજારો મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે. સાથે જ, રોજગારની હજારો તકો પણ બનશે.

પવન ઉર્જા ક્ષમતામાં યુકે સૌથી આગળ

વૈશ્વિક પવન ઉર્જા સમિતિ પ્રમાણે, દુનિયામાં ઓફશોર વિન્ડ પાવર ક્ષમતા મામલે યુકે સૌથી આગળ છે. 2017માં યુકેના વિંડ ફાર્મની વિજળી ઉત્પાદન ક્ષમતા 6800 મેગાવોટ હતી, જે તેના કટ્ટર વિરોધી જર્મનીથી 1300 મેગાવોટ વધારે છે.

આ પણ વાંચો - ચીનાઓની કમાલ: દિવાલ પર બનાવ્યું 'ડાઇનિંગ ટેબલ', 4 માળની ઇમારત જેટલી ઊંચું

X
worlds largest wind farm built in the sea will provide electricity to house in London
worlds largest wind farm built in the sea will provide electricity to house in London
worlds largest wind farm built in the sea will provide electricity to house in London
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી