Home » International News » Photo Feature » worlds heaviest Saudi Boy now see look which Blow Your Mind

દુનિયાનો સૌથી જાડો શખ્સ હતો સાઉદીનો આ છોકરો, હવે દેખાય છે આવો

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 11:06 AM

છેલ્લા ચાર વર્ષમાં તેણે તેનું વજન 610 કિલોમાંથી 68 કિલો કરી દીધું છે

  • worlds heaviest Saudi Boy now see look which Blow Your Mind
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ સમયની સાથે માણસના જીવનમાં ઘણા ફેરફારો આવે છે. પરંતુ સાઉદી આરબના ખાલિદ અલ શેરીમાં આવેલા ફેરફાર પર વિશ્વસ કરવો મૂશ્કેલ છે. 25 વર્ષના ખાલિદને એક સમયે દુનિયાના સૌથી જાડા શખ્સ તરીકે ઓળખતું હતું, પરંતુ તે એટલો પાતળો થઈ ગયો છે કે હવે તેને ઓળખવો પણ મૂશ્કેલ છે. છેલ્લા ચાર વર્ષમાં તેણે તેનું વજન 610 કિલોમાંથી 68 કિલો કરી દીધું છે.

    - સાઉદી આરબમાં રહેતા ખાલિદ દેશનો સૌથી જાડો શખ્સ હતો. 2013માં દુનિયાના જીવતા સૌથી જાડા છોકરાનો રેકોર્ડ પણ તેના નામે જ હતો.
    - ત્યારબાદ સાઉદીના પૂર્વ કિંગ અબ્દુલ્લાએ ખાલિદની સારવારની વ્યવસ્થા કરી. આટલું જ નહીં, તેમણે તેના ઘરેથી હોસ્પિટલ પહોંચાડવાનો પણ ઓર્ડર આપ્યો.
    - તે સમયે ખાલિદનું વજન 610 કિલો હતું અને તે ઊભો પણ થઈ શકતો નહોતો. તે છેલ્લા ત્રણ વર્ષથી ઘરેથી પણ બહાર નીકળતો નહોતો.

    અમેરિકાથી મંગાવવી પડી ક્રેઈન


    - તેને ઘરમાંથી બહાર કાઢવા માટે કિંગ અબ્લુલ્લાએ અમેરિકાથી સ્પેશિયલ ક્રેન મંગાવી હતી. તેના માટે ખાસ ઓર્ડર પર બેડ પણ બનાવવામાં આવ્યો હતો.
    - તમામ વ્યવસ્થા બાદ ફોર્કલિફ્ટ દ્વારા તેને ઘરમાંથી નીચે ઉતાર્યો હતો. તેને કાઢવા માટે ઘરનો અમુક ભાગ તોડવો પણ પડ્યો હતો.
    - તેને હોમટાઉન જજાનથી મેડિકલ સારવાર માટે રિયાદની હોસ્પિટલ પહોંચાડવા માટે મેડિકલ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેની સાથે 30 મેડિકલ સ્ટાફ મેમ્બર અને સિવિલ ડિફેન્સના લોકો હાજર હતા.

    4 વર્ષમાં ઘટાડ્યું 80 ટકા વજન


    - મેડિકલ ટ્રીટમેન્ટની મદદથી તેણે તેનું વજન ઘટાડવામાં મદદ મળી. શરૂઆતનાં 6 મહિનામાં જ તેણે અંદાજે 320 કિલો એટલે કે અડધું વજન ઘટાડી દીધું હતું.
    - ત્વાસુલ ન્યૂઝ સાઈટ પ્રમાણે, કિંગ ફહદ હોસ્પિચલની મેડિકલ ટીમની મદદથી તે 80 ટકા વજન ઘટાડવામાં સફળ રહ્યો.
    - છેલ્લા ચાર વર્ષમાં તેનું વજન 610 કિલોમાંથી 68 કિલો થઈ ગયું છે. હવે તેની તસવીર તસવીર જોઈને તેને ઓળખવો પણ મૂશ્કેલ છે.

    આગળની સ્લાઈડ્સમાં જૂઓ ખાલિદની વધુ તસવીરો...

  • worlds heaviest Saudi Boy now see look which Blow Your Mind
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • worlds heaviest Saudi Boy now see look which Blow Your Mind
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • worlds heaviest Saudi Boy now see look which Blow Your Mind
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • worlds heaviest Saudi Boy now see look which Blow Your Mind
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • worlds heaviest Saudi Boy now see look which Blow Your Mind
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • worlds heaviest Saudi Boy now see look which Blow Your Mind
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • worlds heaviest Saudi Boy now see look which Blow Your Mind
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • worlds heaviest Saudi Boy now see look which Blow Your Mind
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ