અહીં લગ્ન પછી વરરાજા જાય છે સસુરાલ, ચાલે છે માત્ર મહિલાઓની હુકૂમત!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇન્ડોનેશિયાના સુમાત્રામાં રહેતા મિનાંગકબાઉ દુનિયાની એવી સૌથી મોટી કમ્યુનિટી છે, જ્યાં મહિલાઓની હુકૂમત ચાલે છે. આ મુસ્લિમ કમ્યુનિટીના યુવકો લગ્ન પછી સાસરે રહેવા જાય છે. સંપત્તિમાં મળેલી પ્રોપર્ટી પર ઘરની મહિલાઓનો હક હોય છે. એટલે કે પ્રોપર્ટી મા-દીકરીઓથી ટ્રાન્સફર થાય છે અને બાળકોને પણ માતાનું નામ મળે છે. ફેમિલીના સૌથી મોટા નિર્ણયો પણ મહિલાઓ જ કરે છે. ફોટોગ્રાફર સુસાન સ્કલમેનએ દુનિયાની સૌથી મોટી માતૃસત્તામક સોસાયટીની લાઈફને પોતાના કેમેરામાં કેદ કરી છે.

 

- મિનાંગકબાઉ ઇન્ડોનેશિયામાં મુસ્લિમોનું એક મોટું એથનિક ગ્રુપ છે, અહીં ઘરની મહિલાઓ જ મુખ્ય વહીવટી માણસના પાત્રમાં હોય છે. પરિવારની સંપત્તિ અને પ્રોપર્ટિ ઉપર પણ તેમનું જ નામ હોય છે
- અહીં સુધી કે આ કમ્યુનિટીમાં લગ્ન થાય તો અહીં યુવકો પોતાની પત્નીને ત્યાં રહેવા જાય છે અને તેને તેના સાસરીવાળા લોકો સાથે રહેવાનું હોય છે 
- ઘરના નિર્ણયોમાં પણ મહિલાઓ જ મુખ્ય ભૂમિકામાં હોય છે, ફેમિલીના વિવાદો દૂર કરવાનું કામ પણ આ જ મહિલાઓ કરે છે, પુરુષો કમાઈને લાવે છે.
- અહીંના સ્થાનિક એવું પણ જણાવે છે કે જો મહિલા પ્રેગ્નેન્ટ થાય તો તો ઈચ્છે છે કે તેમને ત્યાં છોકરીનો જ જન્મ થાય.
- હાલ આ સમુદાયની કુલ વસ્તી 90 લાખ જેટલી છે

 

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

અન્ય સમાચારો પણ છે...