Home » International News » Photo Feature » આ યુવતીને યુવકે ઠુકરાવી તો કર્યું કંઈક આવું |Woman Found Love on social media With Man After Rejected As A Man

આ યુવતીને યુવકે ઠુકરાવી તો કર્યું કંઈક આવું, બદલાઈ ગઈ LIFE

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 04:06 PM

જ્યારે તેમણે રિલેશનશીપને જાહેર કરી, તો તેમને બહુ ગાળો સાંભળવી પડી

 • આ યુવતીને યુવકે ઠુકરાવી તો કર્યું કંઈક આવું |Woman Found Love on social media With Man After Rejected As A Man
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની એક કિન્નરની અનોખી લવ સ્ટોરી સામે આવી છે. એરિન નામની આ કિન્નરને ફેસબુક પર એક યુવક સાથે ક્રશ થયો, પરંતુ યુવકે તેનું પ્રપોઝલ મંજૂર ના કર્યું. ત્યારબાદ એરિને પોતાનું લુક બદલીને બધી રીતે છોકરી જેવી દેખાવા લાગી, ત્યારબાદ હવે એ જ છોકરાનું તેના પર દિલ આવી ગયું છે. હવે આ બન્ને સાથે છે અને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, હવે તેમને આ રિલેશનશીપને જાહેર કરી દીધી, તો તેમને બહુ ગાળો સાંભળવી પડી હતી.

  - 22 વર્ષની એરિને જણાવ્યું કે, જ્યારે તેમણે 28 વર્ષના જેરેડ નોરિસને ફેસબુક પર અપ્રોચ કર્યું હતું, ત્યારે તે એક યુવકની જિંદગી જીવી રહી હતી.
  - તે જેરેડને બહુ પસંદ કરવા લાગી હતી, એટલા માટે તેમણે એફબી પર ઘણી વાર તેને મેસેજ પણ મોકલ્યો, પણ કોઈ જવાબ ના મળ્યો.
  - તેમણે જણાવ્યું કે, આખરે નિરાશ થઈને મેં જેરેડને મેસેજ કરવાનું છોડી દીધું અને હું મારી જ દુનિયામાં ખુશ થઈ ગઈ.
  - એરિને જણાવ્યું કે, તે સમયે તે એક યુવકીની જિંદગી જીવી રહી હતી. તેને લોકો એરનના નામે બોલાવતા હતા, જે તેને સહેજ પણ ગમતું નહોતું.
  - એવામાં તેમણે છોકરી તરીકે ટ્રાન્સફોર્મ થવાનો નિર્ણય લીધો. તેણે બે વર્ષ હાર્મોસ રિપ્લેસમેન્ટ થેરાપી લીધી અને બ્રેસ્ટ એનલાર્જ કરાવ્યા.
  - એરેનમાંથી એરિન બન્યા બાદ જ્યારે તેણે પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ત્યારે જેરેડે તેની એક તસવીર લાઈક કરી.
  - એરિને જણાવ્યું કે, ત્યારબાદ તેણે આગળ આવીને જેરેડ સાથે વાત કરવાનો નિર્ણય લીધો અને તેને પોતાના નંબર પરથી મેસેજ મોકલ્યો.

  - મેસેજ મોકલ્યાની પાંચ મિનિટમાં જ જેરેડનો રિપ્લાય મળ્યો, ત્યારબાદ એરિન ખુશીનું ઠેકાણું ના રહ્યું.
  - એરિને જણાવ્યું, તે દિવસથી જ અમારી વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થઈ ગયો. બીજા દિવસે મારો બર્થ ડે હતો, તો હું તેની સાથે બહાર પણ ગઈ.
  - તેણે જણાવ્યું કે, આ બધાના એક સપ્તાહ બાદ પણ અમે ફેસબુક પર ઓફિશિયલી એક બીજા ડેટ કરવા લાગ્યા અને ત્યારતી અમે સાથે જ છીએ.

  આ માટે પસંદ છે જેરેડ

  - એરિન પ્રમાણે, જેરેડ પહેલા પણ તેણે ઘણા લોકોને ડેટ કર્યા, જે તેને પસંદ તો કરતા જ હતા, પરંતુ તેને લઈને તેમાંથી કોણ પણ સીરિયસ નહોતું. તેઓ તેમના પરિવાર સાથે મળાવી શકતા નહોતા અને અચકાતા હતા.
  - તેણે જણાવ્યું કે, જેરેડ મામલે એવું કશું જ નથી. તેણે તેના પરિવારને મારા ટ્રાન્સ(કિન્નર) હોવાથી લઈને બધુ જ જણાવી દીધુ છે. તેને લોકો શું કહેશે તેની કોઈ પરવાહ નથી.

  લોકો આપી રહ્યા છે ગાળો અને ધમકી

  - એરિનના બોયફ્રેન્ડ જેરેડે જણાવ્યું કે, લોકોને ખબર નહોતી કે હું એક કિન્નર વુમનને ડેટ કરી રહ્યો છું. પરંતુ જ્યારે તેમને ખબર પડી તો તેમના માટે એક મોટો આંચકો હતો.
  - તેણે જણાવ્યું કે, તેને મોતની ધમકીઓ મળી રહી હતી. એક વ્યક્તિએ તો તેને મારવાની ધમકી આપી અને કહ્યું કે, આ બહુ નિરાશજનક છે.
  - ઘણા લોકોએ કહ્યું કે, હું બહુ ખરાબ છું અને તેઓ મને નફરત કરે છે, કારણ કે હું એક યુવકને ડેટ કરી રહ્યો છું.
  - જેરેડ પ્રમાણે, જ્યારે મને જાનથી મારી નાખવાની ધમકી મળી, ત્યારે મેં આ વિશે મારા નજીકના લોકો સાથે વાત કરી અને તેમને અવગણવાનો નિર્ણય લીધો.
  - જેરેડનું કહેવું છે કે, તે બન્ને બે વર્ષથી સાથે છે. હેટર્સને નજરઅંદાજ કરવું થોડું મુશ્કેલ છે, પણ અમે તેમનાથી અંતર બનાવીને અમારા સંબંધ પર ફોકસ કરી રહ્યા છીએ.

  આગળની સ્લાઈડ્સમાં જુઓ આ કપલની તસવીરો...

 • આ યુવતીને યુવકે ઠુકરાવી તો કર્યું કંઈક આવું |Woman Found Love on social media With Man After Rejected As A Man
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • આ યુવતીને યુવકે ઠુકરાવી તો કર્યું કંઈક આવું |Woman Found Love on social media With Man After Rejected As A Man
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • આ યુવતીને યુવકે ઠુકરાવી તો કર્યું કંઈક આવું |Woman Found Love on social media With Man After Rejected As A Man
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • આ યુવતીને યુવકે ઠુકરાવી તો કર્યું કંઈક આવું |Woman Found Love on social media With Man After Rejected As A Man
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • આ યુવતીને યુવકે ઠુકરાવી તો કર્યું કંઈક આવું |Woman Found Love on social media With Man After Rejected As A Man
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • આ યુવતીને યુવકે ઠુકરાવી તો કર્યું કંઈક આવું |Woman Found Love on social media With Man After Rejected As A Man
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • આ યુવતીને યુવકે ઠુકરાવી તો કર્યું કંઈક આવું |Woman Found Love on social media With Man After Rejected As A Man
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ