પ્રેરણા આપી રહી છે આ માતા, રડતા શિશુને વ્હાલ કરતા આપી Exam

તેણી સોશિયલ સાયન્સ કોર્સની એક ઉચ્ચ કક્ષાની એન્ટ્રન્સ પરીક્ષા આપવા માટે નીલી શહેરમાં એક્ઝામ આપવા માટે હાજર થઇ

divyabhaskar.com | Updated - Mar 22, 2018, 05:26 PM
Woman Appearing For Exam While Nursing Her Baby

ઇન્ટરનેશનલ ડેસ્ક: દેશમાં બાળકોને ભણાવવા બાબતે જાગૃતતા ફેલાવવા છતાં દુનિયામાં ઘણા એવા દેશ અને જગ્યાઓ છે જ્યાં તેમને ભણવાનો અધિકાર નથી મળતો. અથવા તો તેમને ભણવાનું પોષાતું નથી. ઉચ્ચ ભણતર તો ઠીક, મૂળભૂત અને પ્રાથમિક શિક્ષણ પણ આજે ઘણા લોકો માટે સ્વપ્ન સમાન છે. આ દરમિયાન એક પ્રેરણા આપતી માતાનો કિસ્સો સામે આવ્યો છે, જેણે દુનિયાભરમાં લોકો માટે એક સરપ્રાઈઝ અને વિચાર સામે લાવી દીધો છે.

આગળ વાંચો કેમ આ તસવીરે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું...

Woman Appearing For Exam While Nursing Her Baby

આ તસવીર એક અફઘાન મહિલાની છે, જે તેના બાળકને ખોળામાં સાચવતા-સાચવતા જમીન પર બેસીને એન્ટ્રન્સ એક્ઝામ આપી રહી છે. તેણીનું બાળક માંડ 2 મહિનાનું છે અને આ તસવીરે વિશ્વભરના ઓનલાઇન યુઝર્સનું મોટી સંખ્યામાં ધ્યાન ખેંચ્યું છે. 25 વર્ષીય આ મહિલાનું નામ જહાં તાબ છે. તેણી સોશિયલ સાયન્સ કોર્સની એક ઉચ્ચ કક્ષાની એન્ટ્રન્સ પરીક્ષા આપવા માટે નીલી શહેરમાં એક્ઝામ આપવા માટે હાજર થઇ છે. તેણીને 3 બાળકો છે અને તેણીના ગામ હોશતોથી 6 થી 8 કલાકનું ટ્રાવેલિંગ કરીને એક્ઝામ આપવા પહોંચી છે, આ એક્ઝામ મિરામાર જિલ્લામાં લેવાઈ હતી.

 

Woman Appearing For Exam While Nursing Her Baby

આ પરીક્ષાનું મોનીટરીંગ કરતા શિક્ષકે કહ્યું હતું કે જહાંનું બાળક રડવા લાગતા તેણી ઉભી થઇ અને પલાંઠી વાળીને જમીન પર બેસી ગઈ. ખોળામાં તેનું ધ્યાન રાખતાની સાથે પોતાનું પેપર પણ લખતી હતી. 'આ નજારો જોવો એક ખુબ જ ઉમદા અનુભવ હતો અને તેણીએ ક્લાસમાં આવેલા બધા લોકોનું માન-સન્માન મેળવ્યું હતું.',એમ મોનિટરે જણાવ્યું હતું. 

 

X
Woman Appearing For Exam While Nursing Her Baby
Woman Appearing For Exam While Nursing Her Baby
Woman Appearing For Exam While Nursing Her Baby
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App