ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» આખરે ક્યા ધર્મને માને છે ઉત્તર કોરિયાના 'તાનાશાહ' કિમ જોંગ? | Which religion do follow kim jong un

  આખરે ક્યા ધર્મને માને છે ઉત્તર કોરિયાના 'તાનાશાહ' કિમ જોંગ?

  divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 01:09 PM IST

  એક દાવા મુજબ કિમ જોંગ ઉન નાસ્તિક છે એટલે કે એક એવો વ્યક્તિ જે કોઈ ઈશ્વરમાં માનતો નથી
  • આખરે ક્યા ધર્મને માને છે ઉત્તર કોરિયાના 'તાનાશાહ' કિમ જોંગ?
   આખરે ક્યા ધર્મને માને છે ઉત્તર કોરિયાના 'તાનાશાહ' કિમ જોંગ?

   ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉને સિંગાપોરના સેન્ટોસા ટાપુ પર મુલાકાત કરી. એકબીજાને પરમાણુ યુદ્ધની ધમકી આપનારા બંને દેશના નેતાઓની આ એક ઐતિહાસિક મુલાકાતની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. કિમે 2011માં પોતાના પિતા કિમ જોંગ બીજાની મોત બાદ કાર્યભાર સંભાળ્યો હતો. નોર્થ કોરિયાના લોકો માટે તે એક રાજનેતા નહીં પણ તેનાથી વધુ મહત્વ ધરાવે છે.

   બ્લડ ગ્રુપ મેચ ના થયું છતા પણ પતિને ડોનેટ કરી કિડની, બચાવ્યો જીવ


   - કોમ જોંગના જન્મની તારીખ કોઈને ખબર નથી અને ન તો ક્યારેય નોર્થ કોરિયાની સરકારે આ બાબતે સ્પષ્ટતા આપી છે. માનવામાં આવે છે કે કોમ જોંગની જન્મતારીખ 8 જાન્યુઆરી 1982 અને 5 જુલાઈ 1984ની વચ્ચે આવે છે.


   વારંવાર મિસાઈલ પરીક્ષણ કરનાર કિમ જોંગ આખરે કયા ધર્મમાં માને છે?
   - એક દાવા મુજબ કિમ જોંગ ઉન નાસ્તિક છે એટલે કે એક એવો વ્યક્તિ જે કોઈ ઈશ્વરમાં માનતો નથી. કિમ જોંગ ઉન કોઈ ધર્મ અને કોઈપણ ભગવાનમાં વિશ્વાસ રાખતો નથી.

   - ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉનને સવોચ્ચ નેતા કહેવામાં આવે છે. ઉત્તર કોરિયાની સરકાર મુજબ, તે કમ્યુનિઝમ સિદ્ધાંતને માને છે જેને દેશના લોકો ચલાવે છે. જોકે, ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનને એક તાનાશાહ તરીકે જોવામાં આવે છે.

   - ઉત્તર કોરિયામાં 3 ક્રિશ્ચન ચર્ચ છે અને પ્યોન્ગ્યાંન્ગમાં એક મસ્જિદ, પણ ઘણા ઓછા લોકો અહીં ધાર્મિક વિધિઓ કરતા નજરે પડે છે.

   - ચોંડોઇઝમને ઉત્તર કોરિયાની કાયદેસરની માન્યતા પ્રાપ્ત છે. આ ધર્મના લોકોનો વિશ્વાસ છે કે માણસે પોતે જ પોતાને અને પોતાના સમગ્ર સમુદાયને શ્રેષ્ઠ બનાવવો પડે છે અને મર્યા પછી પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ હોતી નથી.

   - ઉત્તર કોરિયામાં એક નાનકડો સમુદાય એવો પણ છે જે બૌદ્ધ અને ઈસાઈ ધર્મમાં વિશ્વાસ રાખે છે, જોકે તે દેશની કુલ વસ્તીના 5 ટકાથી પણ ઓછો છે.

   - ઉત્તર કોરિયાની સરકાર ઈચ્છે છે કે લોકો કોઈ ધર્મમાં આસ્થા રાખવાના બદલે ગણતંત્ર અને પોતાના નેતાઓ પ્રત્યે વફાદાર રહે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આખરે ક્યા ધર્મને માને છે ઉત્તર કોરિયાના 'તાનાશાહ' કિમ જોંગ? | Which religion do follow kim jong un
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `