Home » International News » Photo Feature » બ્રિટનના રાજકુમારને લગ્નમાં મળી સાંઢથી લઈને કુકર સુધીની GIFTS, પ્રિયંકાએ શું આપ્યું? | Weddings gifts to britain Prince what did Priyanka Chopra give

બ્રિટનના રાજકુમારને લગ્નમાં મળી સાંઢથી લઈને કુકર સુધીની GIFTS, પ્રિયંકાએ શું આપ્યું?

Divyabhaskar.com | Updated - May 21, 2018, 05:15 PM

જે વ્યક્તિ પાસે બધુ જ હોય તેને શું ગિફ્ટ્સ મળી હશે, ભેટ માટે રાખવામાં આવી હતી આ શરત

 • બ્રિટનના રાજકુમારને લગ્નમાં મળી સાંઢથી લઈને કુકર સુધીની GIFTS, પ્રિયંકાએ શું આપ્યું? | Weddings gifts to britain Prince what did Priyanka Chopra give
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનના શાહી લગ્ન પર આખી દુનિયાની નજર હતી. હવે ચર્ચા વરરાજા અને કન્યાને મળેલી અજીબોગરીબ ભેટ-સોગાદોની થઈ રહી છે. પ્રિન્સ હેરી અને તેની પત્ની મેઘન માર્કલે મહેમાનોને વિનંતી કરી હતી કે કોઈ ગિફ્ટ ના આપે અને જો તેઓ કંઈક આપવા માંગતા હોવ તો ચેરિટી સંસ્થાઓને આપી દો.

  તેમણે 7 ચેરિટી સંસ્થાઓના નામ પણ આપ્યા હતા. આમ તો મહેમાનોએ આ ચેરિટી સંસ્થાઓની મદદ કરી, પરંતુ અમુક લોકોએ આ છતા પણ ગિફ્ટ્સ આપી. તેમાંથી અમુક તો એટલા વિચિત્ર છે કે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો, અન્ય ગિફ્ટ્સ વિશે...

 • બ્રિટનના રાજકુમારને લગ્નમાં મળી સાંઢથી લઈને કુકર સુધીની GIFTS, પ્રિયંકાએ શું આપ્યું? | Weddings gifts to britain Prince what did Priyanka Chopra give
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  કુકર

  દક્ષિણ આફ્રિકાના સામ્રાજ્ય લિસોથોના પ્રિન્સ અને પ્રિન્સેસે બ્રિટનના નવા શાહી યુગલને લગ્નમાં વંડરબેંગ્સ આપી. આ વિજળી વગર ચાલતું પોર્ટેબલ કુકર છે. વૃક્ષોને કપાતા રોકવા, ખાવાનું બનાવવાના સાધનની અછત દૂર કરવા અને રોજગારથી નવા અવસરો પેદા કરવાના પ્રયાસો હેઠળ દક્ષિણ આફ્રિકામાં આ કુકરની શોધ કરવામાં આવી. આટલું જ નહીં પ્રિન્સ હેરી અને મઘન માર્કેલને લિસોથો આવવાનું આમંત્રણ પણ આપ્યું છે જેથી તે ત્યાં જઈને જાતે જોઈ શકે કે વંડરબેગ્સ કઈ રીતે ત્યાના લોકોની જિંદગી સરળ બનાવી રહ્યું છે.

 • બ્રિટનના રાજકુમારને લગ્નમાં મળી સાંઢથી લઈને કુકર સુધીની GIFTS, પ્રિયંકાએ શું આપ્યું? | Weddings gifts to britain Prince what did Priyanka Chopra give
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  સાંઢ

  ત્યારે ભારત તરફથી ગિફ્ટમાં એક ખાસ બળદ આપવામાં આવશે. કહેવાઈ રહ્યું છે કે, પીટા(PETA) ઈન્ડિયા તરફથી આ ભેટ આપવામાં આવશે. આ બળદનું નામ મેરી છે. આ નામને મેગન માર્કેલ અને પ્રિન્સ હેરીના નામને જોડીને બનાવાયું છે. એમ પણ કહેવાય છે કે, મેગન અને પ્રિન્સ હબેરી બન્ને સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. આ એવા સંગઠનો સાથે પણ જોડાયેલા છે જે, મુંગા પ્રાણીઓની સુરક્ષા માટે કામ કરે છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, આ બળદને પીટા દ્વારા બચાવાયો છે. તેની પાસે ભારે વજન ખેંચાવવામાં આવતો હતો, જેથી તેની તબિયલ લથડી ગઈ હતી, છતા તેની પાસે કામ કરાવવામાં આવતું હતું. પીટાને 'મેરી' ખરાબ સ્થિતિમાંથી મળ્યો હતો. તેમણે બચાવીને દત્તક લીધો. તેને મહારાષ્ટ્રના એક અભ્યારણ્યમાં રાખવામાં આવ્યો, જ્યાં તે શાંતિથી રહી રહ્યો છે.

 • બ્રિટનના રાજકુમારને લગ્નમાં મળી સાંઢથી લઈને કુકર સુધીની GIFTS, પ્રિયંકાએ શું આપ્યું? | Weddings gifts to britain Prince what did Priyanka Chopra give
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  લાઈટર

  મેઘન માર્કેલને સમજાવવાથી પ્રિન્સ હેરી ધુમ્રપાન છોડી ચૂક્યો છે. છતા પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને શાહી યુગલને સિગારેટ લાઈટર પણ ગિફ્ટ કર્યું છે. આ ભેટની ખાસિયત એ છે કે, તેને ફ્રેન્ચ હેરિટેજ બ્રાન્ડ એસટી ડ્યુપોંટના જેમ્બ બોન્સ પ્રેરિત 007 કલેક્શનનો ભાગ છે. નોંધનીય છે કે, પ્રિન્સ હેરી બ્રિટનની કાલ્પનિક જાસૂસ જેમ્સ બોન્ડના ફેન છે. ભેટનું પેકિંગ પણ શાનદાર છે. તેનો ડબ્બો સૂટકેસ જેવો છે. તેમાં સોનાનું લાઈટર, સિગાર કટર, પેન અને કફ લિંક્સ છે. આ બધી વસ્તુઓને બંદૂકના આકારમાં રાખવામાં આવી છે.

 • બ્રિટનના રાજકુમારને લગ્નમાં મળી સાંઢથી લઈને કુકર સુધીની GIFTS, પ્રિયંકાએ શું આપ્યું? | Weddings gifts to britain Prince what did Priyanka Chopra give
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કોઆલા

  ઓસ્ટ્રેલિયાના વડાપ્રદાન મેલકમ ટર્નબુલે શાહી કપલના નામેથી ઓસ્ટ્રેલિયન ઈન્ટરનેશનલ મિલેટ્રી ગેમ્સ લિમિટેડને 10 હજાર ડોલર દાન કર્યા છે. આ સિવાય તેમણે એક હેટ પણ ગિફ્ટ કરી છે. આટલું જ નહી, સિડની પાસે આવેલા ટારોંગા ચિડિયાઘરમાં બે કોઆલાનું નામ પ્રિન્સ હેરી અને મેઘન માર્કલ પર રાખવામાં આવ્યું છે.

 • બ્રિટનના રાજકુમારને લગ્નમાં મળી સાંઢથી લઈને કુકર સુધીની GIFTS, પ્રિયંકાએ શું આપ્યું? | Weddings gifts to britain Prince what did Priyanka Chopra give

  પ્રિયંકા ચોપરા

  દુલ્હનની ખાસ બહેનપણી અને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ શાહી કપલને વેડિંગ ગિફ્ટ શું આપી, આ તો હાલ નહી ખબર પડી શકે. પરંતુ એક્ટ્રેસે તેની એક સુંદર તસવીર ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને એવો મેસેજ લખ્યો, જે કોઈ ગિફ્ટથી ઓછું નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ