Home » International News » Photo Feature » US President statue installed across brooklyn new york

અમેરિકામાં અલગ-અલગ જગ્યાઓ પર લાગી રાષ્ટ્રપતિની 'મારા પર પેશાબ કરો' લખેલી મૂર્તિઓ

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 04:44 PM

આ મૂર્તિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રત્યે મારી વ્યક્તિગત અભિવ્યક્તિ છે

  • US President statue installed across brooklyn new york

    ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકામાં ન્યૂયોર્કના બ્રુકલીનના લોકો સવારે રસ્તા પર નીકળ્યા તો તેઓ ચોંકી ગયા. હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના-નાના સ્ટેચ્યુ ફુટપાથ પર લગાવવામાં આવ્યા હતા, જેના પર લખ્યું હતું “પી ઓન મી” એટલે કે મારા પર પેશાબ કરો. ડેઇલી મેઈલની એક રિપોર્ટ મુજબ, સ્ટેચ્યુને એડવર્ટાઇઝિંગ પ્રોફેશનલ ફીલ ગૈલબ દ્વારા રાખવામાં આવી હતી. ગૈબલે ગોથમિસ્ટ ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું, આ સ્ટેચ્યુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે મારી વ્યક્તિગત અભિવ્યક્તિ છે. તેના દ્વારા હું ટ્રમ્પ પ્રત્યે પોતાની નફરત વ્યક્ત કરવા માંગુ છું. તેમણે કહ્યું છે કે તેઓ એકક રાષ્ટ્રપતિ અને માણસના રૂપમાં ટ્રમ્પથી સખ્ત નફરત છે.

    * ઘાસ પર રાખવામાં આવેલ સ્ટેચ્યુ 1980 અથવા 90ના દશકના ટ્રમ્પને દર્શાવે છે. ગૈબલે કહ્યું કે હું યુવાન દેખાતા ટ્રમ્પ સાથે ગયો કારણકે તે પોતાને કેવી રીતે જુએ છે, ખાસ કરીને ત્યારે જયારે તે ગોલ્ડન શાવર માટે રશિયન એસ્કોર્ટ્સને પે કરી રહ્યા છે. આ સિવાય, તેમણે લોકલ ન્યૂઝ પેપરથી કહ્યું કે તેમણે ન માત્ર સ્ટેચ્યુ પર 'મારા પર પેશાબ કરો' નું સાઈન બોર્ડ લગાવ્યું હતું પણ સ્ટેચ્યુ પર એવા કેમિકલ્સ પણ છાંટયા કે જેથી કૂતરાઓ મૂર્તિ તરફ ખેંચાઈ આવે અને તેના પર પોટ્ટી પણ કરશે.


    * તેમણે જણાવ્યું કે સૌથી પહેલા તેમણે જ્યાંથી સ્ટેચ્યુ લગાવ્યા હતા તે થોડીવારમાં ગાયબ થઇ ગયા હતા. આ પછી તેમણે પોતાના પડોસમાં એક એવી મૂર્તિ લગાવી અને તેને કેબલથી બાંધી દીધી હતી. સોશિયલ મીડિયામાં આવતા ફોટોઝમાં જોઈ શકાય છે કે મૂર્તિઓને દોરડાથી બાંધવામાં આવી છે. ટ્રમ્પના સ્ટેચ્યુની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જોકે કેટલાક લોકોને આ સ્ટેચ્યુ એકદમ મજાકિયા લાગે છે તો કેટલાક લોકોએ આકરી ટીકાઓ પણ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending