ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Two international news from which our politicians should learn things

  ભારતના નેતાઓએ જરૂર છે આ 2 ઘટનાઓથી કઈંક શીખવાની

  divyabhaskar.com | Last Modified - Feb 08, 2018, 07:03 PM IST

  જો ભારતમાં આવું કઈંક થયું હોત તો કોઈ રાજીનામુ આપતું?
  • ભારતના નેતાઓએ જરૂર છે આ 2 ઘટનાઓથી કઈંક શીખવાની
   ભારતના નેતાઓએ જરૂર છે આ 2 ઘટનાઓથી કઈંક શીખવાની

   ઇન્ટરનેશનલ ડેસ્ક: એક જ અઠવાડિયાની અંદર ઇન્ટરનેશનલ લેવલે એવા 2 સમાચાર આવ્યા જેનાથી ભારતના નેતાઓએ કઈંક શીખ લેવાની જરૂર છે. આવું એટલા માટે કહેવાય છે કારણકે જે કારણોથી સમાચાર બન્યા એવું તો ભારતમાં અવાર-નવાર બન્યા કરે છે.

   પહેલા યુ.કે.ના એક મંત્રીએ સંસદમાં મોડા પહોંચવાને લીધે રાજીનામુ આપ્યું તો હવે થાઈલેન્ડના ડેપ્યુટી વડાપ્રધાને હાથમાં કિંમતી ઘડિયાળ દેખાતા રાજીનામુ આપી દેવું પડ્યું છે.

   4 ડિસેમ્બરે બેંગકોકમાં એક સરકારી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થાઈલેન્ડના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર વોન્ગસુઆન પણ પહોંચ્યા હતા. પ્રોગ્રામ દરમિયાન તેમના હાથમાં એક ઘડિયાળ નજરે પડી હતી. આ ઘડિયાળ સાથેનો તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમના પર આક્ષેપ થયો કે આવી જ અન્ય 25થી વધુ મોંઘીદાટ ઘડિયાળો તેમની પાસે છે. જે બાબતે થાઈલેન્ડમાં લગભગ 61,200 લોકોએ માંગપત્ર પર સાઈન કરી તેમના રાજીનામાની માંગ કરી હતી. આ ઘટના બાદ તેમને પોતાના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું હતું.

   બ્રિટનના મંત્રીએ સંસદમાં મોડા પહોંચવા બદલ રાજીનામુ આપી દીધું
   આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી લોર્ડ બેટને હાઉસ ઓફ લોર્ડ્સ ચેમ્બરમાં પહોંચવાનું હતું. ત્યાં મૌખિક સવાલ-જવાબનું સેશન હતું. પણ એમને પહોંચવામાં મોડું થઇ ગયું અને તેમણે સામેથી જ પ્રધાનમંત્રી થેરેસાને રાજીનામુ આપી દીધું અને ત્યાંથી જતા રહ્યા હતા.

  No Comment
  Add Your Comments
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Two international news from which our politicians should learn things
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top