Home » International News » Photo Feature » This MBBS became youngest woman Sarpanch across the region

સૌથી નાની ઉંમરની આ મહિલા MBBS બની સરપંચ, સુંદરતામાં પણ આપે છે ટક્કર

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 08:27 PM

છોકરીઓમાં ભણતરનું પ્રમાણ સાવ ઓછું છે, ત્યારે શહનાઝ નામની MBBSનો અભ્યાસ કરતી યુવતીએ સરપંચ બની સૌનું ધ્યાન ખેંચ્યું

 • This MBBS became youngest woman Sarpanch across the region
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  જયપુર: રાજસ્થાનના ભરતપુર જિલ્લાના કામા ગામમાં એક યુવતીએ નવો કીર્તિમાન સ્થાપ્યો છે. આ વિસ્તારમાં છોકરીઓમાં ભણતરનું પ્રમાણ સાવ ઓછું છે, ત્યારે શહનાઝ નામની MBBSનો અભ્યાસ કરતી યુવતીએ સરપંચ બની સૌનું ધ્યાન ખેંચ્યું છે.
 • This MBBS became youngest woman Sarpanch across the region
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  24 વર્ષીય શહનાઝ MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.  સ્થાનિક લોકોના દાવા મુજબ શહનાઝ રાજસ્થાન જ નહીં પણ આખા દેશમાં એવી પહેલી મહિલા સરપંચ છે, જેણે MBBS કરતાં કરતાં રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે. શહનાઝ આ મહિનાના અંતમાં ગુરુગ્રામના સિવિલ હોસ્પિટલમાં પોતાની ઈન્ટર્નશીપ શરૂ કરશે.

   

 • This MBBS became youngest woman Sarpanch across the region
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  શહનાઝ ભવિષ્યમાં હરિયાણા અથવા રાજસ્થાનના મેવાત વિસ્તારના કોઈ એક વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડવા માંગે છે. શહનાઝના નાના ચૌધરી તૈયબ હુસૈન હરિયાણા અને રાજસ્થાન બંને રાજ્યોમાં કેબિનેટ મંત્રી હતા. તેઓ ફરિદાબાદથી બે વખત સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. 

   

 • This MBBS became youngest woman Sarpanch across the region
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  તૈયબ હુસૈનની પુત્રી અને શહનાઝની માતા જાહિદા ભરતપુર જિલ્લાના કામા વિધાનસભા વિસ્તારમાંથી એમએલએ બનીને તત્કાલિન અશોક ગહેલોત સરકારમાં સંસદીય સચિવ તરીકે સેવા આપી હતી. 

   

 • This MBBS became youngest woman Sarpanch across the region

  શહનાઝનું કહેવું છે કે રાજસ્થાનમાં પંચાયતની ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછો 10 ધોરણ સુધીનો ફરજિયાત અભ્યાસ તેને રાજકારણમાં લાવવાનું મુખ્ય કારણ બન્યું હતું. શહનાઝના દાદા પર નકલી માર્કશીટના આધારે ચૂંટણી લડવાનો આરોપ હતો અને એ કારણે જ તેઓ ચૂંટણી લડી શક્યા નહોતા. શહનાઝનું કહેવું છે કે તેના સરપંચ બનવાથી મેવાતની છોકરીઓમાં જાગૃતતા આવશે.

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ